નિ:શુલ્ક મેડીકલ કેમ્પમાં CISFના ૧૮૭થી વધુ જવાનોના આરોગ્યની તપાસ
જવાનોએ વિવિધ રિપોર્ટસ રાખી સ્વાસ્થય પ્રત્યે જાગૃતિ દર્શાવી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સિરસવાના નેતૃત્વમાં અને સિવિલ હોસ્પિટલના સહયોગથી સી.આઈ.એસ.એફ. યુનિટ લાઇનના રિક્રિએશન હોલ ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો ૧૮૭થી વધુ જવાનોએ લાભ લીધો હતો.
દેશની આતંરિક સુરક્ષા માટે ખડેપગે તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સના જવાનોના સ્વાસ્થયની દરકાર કરીને વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાનોએ બ્લડ રિપોર્ટ, સુગર, આંખ, કાન, નાક, દાંત,ચામડી, ઈ.સી.જી., લીવર, કિડની, સાંધા, હાડકા સહિતના વિવિધ રિપોર્ટ્સ કરાવી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી હતી.
આ કેમ્પને સફળ બનાવવા સિવિલ હોસ્પિટલના જનરલ ફીઝીયન ડી.એસ.અગ્રેસરા અને વી.આર.સિંઘ, ફીઝીયન રુજુલ જેઠવા, સર્જન જ્યોતિ વાઘેલા, ઈ.એન.ટી. ધ્રુવ પટેલ, ઓર્થોપેડિક વિરલ ગામીત, ગાયનેકોલોજિસ્ટ દેવાંશી વાગડિયા, પીડીયટ્રીશિયન કુલદીપ વાગડિયા, મનોચિકિત્સક કુંજન ગોસ્વામી, ડેન્ટલ દેવર્ષા શાહ, ચામડીના ડોક્ટર જીત બાવળિયા સહિતના ડોક્ટરોના સહયોગ સાથે સી.આઈ.એસ.એફ.ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


