- નવી સરકાર બને ત્યાં સુધી એલિઝાબેથ બોર્ન સંભાળશે જવાબદારી
- રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રો ટીમમાં ફેરબદલ માટે તૈયાર
- રાષ્ટ્રપતિએ એલિઝાબેથના રાજીનામાનો કર્યો સ્વીકાર
ફ્રાન્સના પીએમ એલિઝાબેથ બોર્ને સોમવારે પોતાના પદથી રાજીનામું આપ્યું છે. તેઓને આ પદ પર 2 વર્ષથી પણ ઓછો સમય થયો હતો. તેઓએ રાજીનામું એવા સમયે આપ્યું જ્યારે ચર્ચા છે કે રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રો આ વર્ષના અંતમાં થનારા યૂરોપીય ઈલેક્શન પહેલા ટીમમાં ફેરબદલ કરવા તૈયાર છે.
રાષ્ટ્રપતિએ એલિઝાબેથના રાજીનામાનો કર્યો સ્વીકાર
મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે સોમવારે પીએમ એલિઝાબેથ બોર્નનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હતું. બોર્નનું રાજીનામું અન્ય ઉપાયો સિવાય વિદેશીઓને નિર્વાસિત કરવાની ક્ષમતાને મજબૂત કરવા માટે મેક્રોની તરફથી સમર્થિત વિવાદાસ્પદ આવ્રજન કાયદા પર રાજકીય ટેન્શન બાદ આવ્યું છે.
એલિઝાબેથ બોર્નના રાજીનામા પર શું કહ્યું રાષ્ટ્રપતિએ
તેઓએ ટ્વિટર પર એલિઝાબેથ બોર્નની સાથેનો એક ફોટો શેર કર્યો છે અને સાથે આભાર માન્યો છે. તેઓએ લખ્યું કે મેડમ પ્રાઈમ મિનિસ્ટર, પ્રિય એલિઝાબેથ બોર્ન તમારા રાષ્ટ્રની સેવામાં તમારા કાર્ય રોજ અનુકરણીય રહ્યું છે. તમે સાહસ, પ્રતિબદ્ધતા અને સંકલ્પથી અમારા પ્રોજેક્ટને ક્રિયાન્વિત કર્યો છે, દિલથી ધન્યવાદ. અત્યારસુધી એ જાણી શકાયું નથી કે તેમની જગ્યાએ કોણ નવા પીએમ બનશે.
કયા નામ સંભાવિત ઉમેદવારના રૂપમાં ચર્ચામાં છે
એલિઝાબેથના રાજીનામા બાદ શિક્ષામંત્રી ગૈબ્રયલ અત્તલ અને રક્ષામંત્રી સેબેસ્ટિયન લેક્રોનૂને પીએમ પદની જવાબદારી આપી શકાય છે. આ સિવાય નાણામંત્રી બ્રૂનો લી મેરે અને પૂર્વ કૃષિમંત્રી જૂલિયન ડીનૉમૈંડી પણ આ પદ મેળવે તેવી શક્યતાઓ છે.
નવી સરકાર બને ત્યાં સુધી કામ કરશે એલિઝાબેથ
નવા કાર્યકાળ માટે ફરીથી ચૂંટણી થયા બાદ મે 2022માં એલિઝાબેથની નિમણૂંક કરાઈ હતી. તે ફ્રાન્સની બીજી મહિલા પ્રધાનમંત્રી હતા. મેક્રોના કાર્યાલયે કહ્યું છે કે નવી સરકારની નિયુક્તિ ન થાય ત્યાં સુધી દૈનિક ઘરેલૂ મુદ્દાઓને એલિઝાબેથ બોર્ન સંભાળશે.


