- ખનીજ ચોરી અટકાવવા માટે મૂળી-થાનગઢ વિસ્તારમાં ખાડા પૂરાણનું કામ જારી
- ખાણમાં ભેખડ ધસી પડતા 3 શ્રામિકોનાં મૃત્યુ બાદ ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઇ
- રેડ સમયે ઘટનાસ્થળે કોઇ મશીનરી કે વાહનો હાજર મળી આવ્યા ન હતા
મૂળી તાલુકાના ગઢડા ગામની સીમમાં ભેખડ ધસી પડતા ત્રણ શ્રામિકોના મોત થયાનું સામે આવ્યા બાદ જિલ્લા ખાણ ખનીજની ટીમે સંયુકત રેડ કરી કાર્બોસેલ અને સેન્ડ સ્ટોનની ચોરી કર્યાનું ખુલતા માપણી કરી રૂ. 21.73 લાખની ખનીજ ચોરીની ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનીજની ટીમ પોલીસ રક્ષણ સાથે ખનીજ ચોરી કરેલા ઉંડા ખાડા બુરાણ કરવાની કામગીરી ચલાવી રહી છે. બીજી તરફ રામકુભાઇ કરપડા સહિતની ટીમ ખનીજ ચોરી અટકવો જમીન બચાવો સાથે પ્રતિક ઉપવાસ કરી રહયા હતા. એવામાં ગઢડા ગામની સીમમાં તંત્રને અંધારામાંથી રાખી ગેરકાયદે ખનીજ ચોરી કરતા સમયે ભેખડ ધસી પડતા 3 શ્રામીકોના મોત થયા હતા. આ બાબતનો ખુલાસો થયા બાદ જિલ્લા ખાણ ખનીજ વિભાગના નિરવ બારોટના માર્ગદર્શન હેઠળ નૈતીકભાઇ કણઝરીયા, સુપરવાઇઝર સહિતની ટીમે મુળી મામલતદાર અને પોલીસની ટીમ સાથે ગઢડા ગામની સીમમાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં 6 ઉંડા ખાડામાંથી ખનીજ ચોરી કર્યાનું ખુલ્યુ પરંતુ રેડ સમયે ઘટનાસ્થળે કોઇ મશીનરી કે વાહનો હાજર મળી આવ્યા ન હતા. ત્યારબાદ કાર્બોસેલ અને સેન્ડસ્ટોનની ખનીજ ચોરીની માપણી કરતા રૂ.21.73 લાખની ખનીજ ચોરી થયાનું ખુલતા ખનીજ અધિકારીએ મૂળી પોલીસ સ્ટેશનમાં ગઢડા ગામના ત્રણ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. મૂળીના ગઢડાના ત્રણ સામે ફરિયાદભેખડ ધસી પડતા ત્રણના મોત બાદ પાંચ શખ્સો સામે મોત થાય એવી કામગીરી છતાય કામ કરાવતા સમયે મોત થતા પાંચ સામે ફરીયાદ દાખલ થઇ હતી ત્યાર બાદ ખનીજચોરી ઝડપાતા ગઢડાના દેવશી કાનજીભાઇ,લાભુ કાનજીભાઇ અને બલા કાનજીભાઇ સહિત ત્રણ સામે પોલીસ ફરીયાદ દાખલ કરી છે.પૂરાણ શરૂ કરતા ખનીજ ચોરોમાં ફફળાટ
થાનગઢ તાલુકામાંથી તંત્ર દ્વારા ઉંડા ખાડામાંથી થયેલી ખનીજચોરી સ્થળે આ ખાડા બુરાણ કરવાની કામગીરી શરૂ કરી મૂળી તાલુકામાં પણ કામગીરી શરૂ કરી છે. ત્યારે ગેરકાયદેસર ખનીજ ચોરી બંધ થઇ જવાના ડરે ખનીજ ચોરોમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.


