જેતપુરમાંથી અઢી માસથી નાસતો ફરતો NDPS એક્ટનો આરોપી ઝબ્બે
પોલીસે બાતમીના આધારે દબોચી લીધો
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાની સૂચના હેઠળ, જેતપુર સિટી પોલીસે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા અઢી મહિનાથી નાસતા ફરતા રીઢા ગુનેગારને પોલીસે બાતમીના આધારે દબોચી લીધો છે.
જેતપુર સિટી પોલીસના પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ મકવાણા, કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા અને શક્તિસિંહ ઝાલાને ખાનગી રાહે બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી રિયાઝ ઉર્ફે બોગો હનીફભાઈ રફાઈ ( રહે. બાવાવાળાપરા વિસ્તાર જેતપુર ) જેતપુરના જૂના પાંચપીપળા રોડ પર આવેલા મામાદાદાના મંદિર પાસે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો. તેની સામે ગોંડલ સિટી બી ડિવિઝનમાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો, જેમાં તે લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રિયાઝ ઉર્ફે બોગો લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અત્યાર સુધીમાં જેતપુર અને ગોંડલ પોલીસ સ્ટેશનમાં કુલ ૧૨ જેટલા ગુનાઓ નોંધાયેલા છે,


