By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    16 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ન્યૂયોર્કથી સિડની સુધી શ્રીરામની ગુંજ, વિશ્વભરમાં ઉજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ન્યૂયોર્કથી સિડની સુધી શ્રીરામની ગુંજ, વિશ્વભરમાં ઉજવણી

agragujaratnews
Last updated: 2024/01/24 at 11:59 AM
2 years ago
Share
ન્યૂયોર્કથી સિડની સુધી શ્રીરામની ગુંજ, વિશ્વભરમાં ઉજવણી
SHARE

  • કેલિફોર્નિયામાં 1100થી વધુ લોકોએ ભગવા ઝંડા સાથે વિશાળ કાર રેલીમાં ભાગ લીધો
  • ત્રિનિદાદ અને ટોબેગોમાં પણ ભજનકીર્તન
  • અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં આજે રામલલા પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઇ

અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં આજે રામલલા પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઇ. આ પ્રસંગે દેશવિદેશમાં ભારતવંશીઓએ ઉત્સવો મનાવીને ભાગ લીધો હતો. ન્યૂયોર્કના ટાઇમ સ્ક્વેરમાં ભારતીય મૂળના લોકોએ ભગવાન રામની મોટી ઇમેજને રોશન કરી હતી. ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ રામમંદિરના સભ્યોએ ટાઇમ સ્ક્વેર ખાતે લાડુ વહેંચ્યા હતા. વોશિંગ્ટન, લોસ એન્જલસ, ઇલિનોઇસ, ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને જ્યોર્જિયા સહિતના રાજ્યોમાં ભારતમાં સમારંભ શરૂ થયો તે પ્રસંગે જ કાર્યક્રમો યોજાયા હતા. એરિઝોના, મિસૌરી જેવા રાજ્યોમાં પણ ઉત્સવોનું આયોજન થયું હતું. કેલિફોર્નિયામાં 1100થી વધુ લોકોએ રામમંદિરના ચિત્ર ધરાવતા ભગવા ધ્વજ સાથે વિશાળ કાર રેલીનું આયોજન કર્યું હતું. વિસ્તારના 6 સ્વયંસેવી સંગઠનોએ તેનું આયોજન કર્યું હતું. રેલીએ 100 માઇલનું અંતર કાપ્યું હતું.

કેનેડાના ઓન્ટોરિયોના ઓકવિલે અને બ્રેમ્પટન ખાતે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિર દિવસની ઉજવણી થઇ. મેયર પેટ્રિક બ્રાઉન અને રોબ બર્ટને પણ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. બંને મેયરે કહ્યું કે આ ઐતિહાસિક પ્રસંગ છે.

ત્રિનિદાદ અને ટોબેગોમાં રામજન્મભૂમિ સ્થાપના સમિતિના સભ્યોએ વિદેશી મિત્રો સાથે મળીને અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ રામ મંદિર અને ઇન્ડિયન ડિસોપોરાએ આ પ્રસંગની ઉજવણી કરી હતી.

મોરિશિયસમાં 2 કલાકની રજા

મોરિશિયસમાં ભારતીય સમુદાયે મંદિરોમાં દીવા પ્રગટાવ્યા હતા. હિંદુ જાહેર સેવક માટે સરકારે બે કલાકની રજાની જાહેરાત કરી હતી. યૂનાઇટેડ કિંગ્ડમ ખાતે પણ મંદિરોમાં ઉત્સવનો માહોલ હતો. બ્રિટનમાં 250 હિંદુ મંદિરો છે. કાર રેલી યોજીને લોકોએ ભગવાન રામના સૂત્રો પણ પોકાર્યા હતા. 48 ટકા વસતી ધરાવતા મોરિશિયસમાં તમામ મંદિરોમાં પૂજાપાઠ થયા હતા. સનાતન ધર્મમંદિર સંગઠન તરફથી આયોજિત વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન પ્રવીંદકુમાર જગનૌથે મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. 100 સ્થાને પ્રાણપ્રતિષ્ઠા સમારંભનું સીધું પ્રસારણ થયું હતું.

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કાર રેલી નીકળી , રામલલા પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે ઓસ્ટ્રેલિયામાં પણ જશ્નનો માહોલ હતો. સેંકડો મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન થયું હતું. સિડનીની કાર રેલીમાં 100 કાર્સે ભાગ લીધો હતો. નેપાળના જનકપુરમાં પણ ઉત્સાહ હતો. દેવી સીતાના નાનેરામાં પણ કાર્યક્રમ યોજાયા હતા.

ન્યૂઝીલેન્ડના પ્રધાન મેલિસા લીએ વીડિયો સંદેશો જારી કર્યો

અયોધ્યાના રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારંભને મુદ્દે ન્યૂઝીલેન્ડના પ્રધાન મેલિસા લીએ વીડિયો સંદેશો જારી કર્યો હતો. તેમણે વીડિયો સંદેશો જારી કરીને વિશ્વભરના ભારતીયોને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે રામમંદિરને પુનર્જીવિત કરવાના વડાપ્રધાન મોદીના દૃઢ સંકલ્પને કારણે સપનું સાકાર થયું છે. વડાપ્રધાન મોદી સતત ભારતના લોકોની ભલાઇમાં કામ કરતા રહ્યા છે.

ડેનમાર્કમાં દિવ્ય સભાનું આયોજન

ડેનમાર્કમાં હિંદુ સ્વયંસેવક સંઘે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. અહીં દિવ્ય સભાનું આયોજન થયું હતું. ડેનમાર્કના રાજદૂત પૂજા કપૂરે પણ રામના ગુણગાન કર્યા હતા. ઉત્સવ દરમિયાન અક્ષતનું વિતરણ થયું હતું.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે
રાજકોટ

આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે

Editor By Editor 6 days ago
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
RMCની ચૂંટણી માટે ભાજપ દ્વારા મૂરતીયા પસંદગીનો પ્રારંભ
ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા રામનવમીએ નિ:શુલ્ક છાશવિતરણ કેન્દ્રના ૫૪માં વર્ષનો થયો પ્રારંભ
ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?