- કેટલીક શાળાના બાળકો વંચિત રહી જાય છે ત્યારે સરકારી પુસ્તકો પસ્તીની દુકાનમાં પહોંચી ગયા
- થરાદ ટીપીઈઓ અને બીઆરસીએ પસ્તીની દુકાનમાં જઈ તપાસ કરી
- ચાલુ સત્રના પુસ્તકો મળ્યા પણ દુકાન માલિક મળ્યો જ નહીં
બનાસકાંઠા જિલ્લામાં થરાદ ખાતે આવેલ કે.આર. ટ્રેડર્સ નામની પસ્તીની દુકાનમાંથી ધોરણ ર થી 10 સુધીના સરકારી પ્રેસના પુસ્તકો મળી આવ્યા હતા જેના અનુસંધાને સ્થાનિક તાલુકા પ્રાયમિર એજ્યુકેશન ઓફિસર દ્વારા પસ્તીની દુકાનમાં જઈ પંચનામુ કરી અને કાર્યવાહી હાથ ધરી હતી જોકે તે દરમ્યાન પસ્તીની દુકાન સંચાલક ત્યાંથી ખસી જતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદના એંધાણ વર્તાઈ રહ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાાના થરાદ ખાતે આવેલ કે.આર. ટ્રેડર્સમાંથી ધોરણ 2 થી 10 ના સરકારી પુસ્તકો મળી આવતા ચકચાર મચી જવા પામી છે આ મામલે થરાદ તાલુકા પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર પી.એ.મકવાણા અને બીઆરસી કે.આર.ટ્રેડર્સ પસ્તીના ગોડાઉનમાં પહોંચ્યા હતા જ્યાં પુસ્તકોનું કટિંગ કરી અને તેનો માવો બનાવી રીપ્રોસેસીંગ માટેની કામગીરી ચાલી રહી હતી દરમ્યાન જે પુસ્તકો મળી આવ્યા તેમા ધોરણ ર,3,5,6,7,8,અને 10 ના પુસ્તકો તેમજ ધોરણ 7 અને 8 ની સ્વાધ્યાય પુસ્તિકા પણ મળી આવી હતી આમ નવાનકોર પુસ્તકો પસ્તીના ગોડાઉનમાંથી મળત અનેક સવાલો ઉઠયા છે જેમાં આ પુસ્તકો રાજ્ય સરકારમાંથી બીઆરસી ભવનમાં આવે છે અને ત્યાંથી શાળાઓમાં સીધા પહોચાડવામાં આવતા હોય અને પાઠયપુસ્તક મંડળ દ્વારા સરકારી શાળાઓમાં બાળકોને નિશુલ્ક આપવામાં આવતા હોય છે ત્યારે બોકસ પેકિંગમાં વપરાતા કાગળના ટુકડા માટે આ પુસ્તકોનુ કટિંગ કરવામા આવી રહ્યું હતું તે દરમિયાન મામલો પ્રકાશમાં આવ્યો હતો આ મામલે સ્થાનિક શિક્ષણ અધિકારીને જાણ કરાતા તેઓ ત્યાં પહોંચ્યા હતા આમ સરકારી શાળાના પુસ્તકો ગોડાઉનમાં કઈ રીતે પહોંચ્યા તે અંગે અનેક સવાલ ઉઠયા છે ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાય તો વધુ વિગતો બહાર આવે તેમ છે આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે કે.આર.ટ્રેડર્સમાંથી મળી આવેલ પુસ્તકો વર્ષ 2022-23ના હોવાનું જણાવવામાં આવ્યું છે. અને આ અંગે સ્થાનિક અધિકારીને તપાસ અર્થે મોકલવવામાં આવ્યા હતા તે દરમ્યાન દુકાનના માલિક ત્યાંથી નીકળી ગયા હતા અને આ પુસ્તકો ક્યાંથી આવ્યા તે અંગે અહેવાલ રજૂ કરવા જણાવાયું છે.આમ સરકારી પુસ્તકો પસ્તીમાં પહોંચી જતા અનેક સવાલ ઉઠયા છે.
આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારી શું કહે છે ?
આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારી પી.એ.મકવાણાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2022-23 અને 2023-24 ના પુસ્તકો મળી આવ્યા છે તે પુસ્તકો બીઆરસી ભવન ખાતે ગાંધીનગરથી ગાડી આવે છે તેમાં બે શિક્ષકોને રાખવામાં આવ્યા છે એ શિક્ષક મિત્રોજે ગાડી આવે તેના પુસ્તકો વ્યવસ્થિત જગ્યાએ ગોઠવી અને તમામ પુસ્તકો જે તે પગાર કેન્દ્ર મુજબ વિતરણ કરીએ છીએ.
જિલ્લા શિક્ષણાધિકારી શું કહે છે ?
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી વિનુ પટેલે જણાવ્યું કે થરાદ ખાતે પસ્તી ભંડારમાંથી જે પુસ્તકો મળી આવ્યા છે તે વર્ષ 2022-23ના છે અને તે બાબતે તપાસ કરવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરવામાં આવી છે અને તેનો અહેવાલ મોકલી આપવા જણાવ્યું છે અહેવાલના આધારે કડક કાર્યવાહી કરાશે.
પસ્તીના દુકાન સંચાલક શું કહે છે ?
આ અંગે પસ્તીના દુકાનના સંચાલક ખીમજીભાઈએ જણાવ્યું હતું કે તેઓની ગેરહાજરીમાં પુસ્તકો 10 દિવસ અગાઉ આવ્યા હતા તેમને આ બાબતની જાણ નથી.


