- 27 જેટલા બાળકો બોટમાં સવાર હતા
- સેવ ઉસળની લારીવાળો બોટ ચલાવતો હતો
- પિકનિક હરણી વોટર પાર્ક અને તળાવ પર પહોંચ્યા
હરણી તળાવમાં બનેલી ઘટનામાં મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. જેમાં સવારે 8 વાગ્યે પિકનિક હરણી વોટર પાર્ક અને તળાવ ખાતે પિકનિક લઈ ગયા હતા. તેમજ સંદેશ ન્યૂઝ પર બોટ દુર્ઘટનાને લઇને ચોંકાવનારો ધડાકો સામે આવ્યો છે. જેમાં સેવ ઉસળની લારીવાળો બોટ ચલાવતો હોવાની વિગતો સામે આવી છે. જેમાં એક પણ બોટનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું ન હતું.
શાળાના પિકનિક અંગે મોટો ખુલાસો
આ અંગેની માહિતી અનુસાર વડોદરામાં સનરાઇઝ સ્કૂલ દ્વારા આજે સવારે 8 વાગ્યે પિકનિક હરણી વોટર પાર્ક અને તળાવ ખાતે પિકનિક લઈ ગયા હતા. જેમાં 27 જેટલા બાળકો બોટમાં સવાર હોવાની વિગતો સામે આવી છે. જ્યારે બોટની ક્ષમતા માત્ર 16 લોકોની જ હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા જેના કારણે ડૂબવાની ઘટના બની હતી. સ્થાનિક તરવૈયાઓએ બાળકોને બચાવ્યા હતા.
તેમજ અન્ય એક શિક્ષિકાએ કહ્યું કે, બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. આ ઉપરાંત 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હોવાનો દાવો શિક્ષિકાએ કર્યો છે. અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે. જેના કારણે પણ તપાસ તેજ બનાવી છે.

હાલમાં વડોદરા ફાયર વિભાગ અને NDRFનું સંયુક્ત ઓપરેશન છેલ્લા બે કલાકથી જારી છે. NDRF અત્યાધુનિ સાધનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓક્સિજનની મદદ લઈ પાણીની અંદર જઈ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે.
કોન્ટ્રાક્ટર અંગે પણ મોટા સવાલ
આ અંગેની માહિતી અનુસાર, બોટનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપની પાસે હતો તેવી વિગતો સામે આવી છે. તેમજ તે કોન્ટ્રાક્ટરે પરેશ શાહ નામના કોન્ટ્રાક્ટર પાસે કોન્ટ્રાક્ટ હતો. જેની પાસે આગળ કોને કોન્ટ્રાક્ટ આપ્યો તેની વિગતો મેળવવામાં આવી રહી છે. ત્યારે કોન્ટ્રાક્ટ કેવી રીતે અને કોને મળ્યો તે પણ મુખ્ય સવાલ થઈ રહ્યો છે.

શાળા સામે વાલીઓનો હોબાળો
આ તરફ હરણી તળવામાં પ્રવાસે ગયેલા વડોદરામાં સનરાઇઝ સ્કૂલ સામે મોટી સંખ્યામાં લોકોએ પહોંચી હોબાળો મચાવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો કર્યો છે. જ્યારે બીજી તરફ શાળા પ્રશાસને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. દુઃખદ ઘટનાને લઈ વાલીઓનો સત્તાધીશો સામે હોબાળો મચાવ્યો છે.


