પડકારો અને સંવેદનાથી ભરેલી ગુજરાતી ફિલ્મ “મોજે દરિયા“ ૧૬મીએ થશે રિલીઝ
યુવાનોના સપના કઇ રીતે પૂરા થાય છે તેને આવરી લેતી સ્ટોરી સાથેની ફિલ્મ
અગ્ર ગુજરાત, રાજકોટ
હાલમાં ગુજરાતી ફિલ્મોનો સમય ચાલી રહયો છે અને એક એકથી ચડિયાતી ફિલ્મો આવી રહી છે ત્યારે આ બધાથી હટકે એવી ઝેન-જીને સ્પર્શતી કોમેડી પરંતુ પડકારો અને સંવેદનાથી ભરેલી ફીલ્મ “મોજે દરિયા“ આગામી તા.૧૬ને શુક્રવારના રોજ રીલીઝ થઇ રહી છે. આ ફીલ્મના ડીરેકટર પેરી મજુમદાર તથા સ્ટારકાસ્ટે રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં ફીલ્મની કથા અને તેની પાછળ કલાકારોએ કરેલી સંધર્ષની વાતો કરી હતી.
આ ફીલ્મ યશ્વી શાહ, રાકેશ ડોલી અને અક્ષયકુમાર હેડાએ પ્રોડયુસ કરી છે. આ ફીલ્મના કલાકારોમાં માનવ ગોહિલ, ખુશી પટેલ, હિતુલ પુજારા, તક્ષ્ શાહ, ભાવેશ શ્રીમાળી, ધ્રુવરાજસીંહ સોલંકી, નીરમા સોની, હિતેશ ઠકકર, હેમીન ત્રિવેદી અને સુનીલ વિસરાની વગેરેનો સમાવેશ થાય છે.
જેમ દરેક ગામમાં કે દરેક શહેરમાં યુવાનો સાથે મળીને ક્રિકેટ રમતા હોય છે તેવી રીતે આ ફીલ્મમાં પણ કેટલાક યુવાનો બોકસ ક્રીકેટનો આનંદ માણતા હોય છે અને પછી એક દિવસ તેમના મનમાં સપનાના વાવેતર થાય છે કે આપણે કાંઇક મોટી એચીવ કરવું છે. કોઇને એમ વિચાર આવે કે આ કોઇ મોટીવેશનલ ફીલ્મ છે પણ જેમ જેમ વાર્તા આગળ વધતી થાય છે તેમ તેમ તેમાં હાસ્યરસ ઉમેરાતો જાય છે.
ફીલ્મના લોન્ચ થયેલા ટ્રેલર પ્રમાણે આ યુવાનો યેનકેન પ્રકારે પૈસાદર થવા માગે છે અને આ માટે કાફે શરુ કરીને ડીલીવરી બોય બને છે. આ સમયે જ પરીસરમાં પૈસાની જરુર પડતા ગુજરાતમાં પ્રતીબંધીત એવા શેમ્પેઇનની બોટલોની ડીલીવરી કરવાનું જોખમી કામ હાથમાં લ્યે છે. આ ડીલીવરી કરવા જતી વખતે પોલીસ આવે છે. અફડાતફડી થાય છે અને પછી આ ડીલીવરી બોય ફસાય છે તેવું દર્શાવાયું છે.
રાજકોટના યુવા કલાકાર હિતુલ પુજારા તાજેતરની જ બ્લોક બસ્ટર મુવી ધુરંધરમાં અક્ષય ખન્નાના પુત્ર નઇમ બલોચનું પાત્ર ભજવનાર હિતુલ પુજારા પુષ્પા સીરીયલમાં બાદશાલનું પાત્ર ભજવ્યું હતું અને ઉર્વશી રૌતેલા સહિતની અભીનેત્રીઓ સાથે એડ ફીલ્મ પણ કરી છે. મોજે દરીયા ફીલ્મમાં હિતુલ રોહન નામના ડીલીવરી બોયનું પાત્ર ભજવે છે.


