- ઈટાલીમાં આયોજિત શિખર સંમેલનમાં વિશ્વ નેતાઓનો જમાવડો
- વડાપ્રધાન મોદીને જી-7 દેશોએ ઘણીબધી ગિફ્ટ આપી
- ભારતને યુરોપ સાથે સાંકળતો હાઈ-સ્પીડ રેલવેની ભારતને ભેટ મળી
ઈટાલી દેશમાં આયોજિત જી-7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થઈને સ્વદેશ પરત આવ્યા છે. જો કે, જી-7 સંમેલનમાં પીએમ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી ભારત માટે ખૂબ લાભકારી રહ્યું હતું. જી-7 દેશોએ ભારતને સૌથી મોટી ગિફ્ટ આપી છે. આનાથી ભારતને હવે સીધા હાઈ સ્પીડ રેલવેથી યુરોપ જોડાશે અને આની પર સંમતિ બની ગઈ છે. આનાથી પસ્ચિમ એશિયાથી લઈ યુરોપ સુધી ભારતનો વેપાર અનેક ગણો વધશે.
ઉલ્લેખનીય છે કે જી-7ના અંતમાં સાત ઔદ્યોગિક દેશોના જૂથે સૂચના જાહેર કરી ભારત-પશ્ચિમ યુરોપ આર્થિક કોરિડોર આઈએમઈસી જેવી નક્કર પાયાગત પ્રસ્તાવને આગળ વધારવા કટિબદ્ધતા દર્શાવી છે. ઉપરાંત આ પ્રોજેક્ટને માર્ગ સિવાય હાઈસ્પીડ રેલવેની સાથે જોડવાનો પ્લાન પણ તૈયાર કર્યો છે. આ જાહેરાત શુક્રવારે સાંજે લક્ઝરી રિસોર્ટ બોર્ગો એગ્નાઝિયામાં પરંપરા પ્રમાણે ગૃપ ફોટો શેસન પછી જાહેર કરાઈ હતી. તો વળી જી-7ને કાયદાના શાસનના આધારે આઝાદી અને મુક્ત હિંદ પ્રશાંત પ્રત્યે કટિબદ્ધતા પણ દોહરાવી હતી. વડાપ્રધાન મોદીએ યજમાન ઈટાલી સામે જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર જી-7 શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. જાહેરાતમાં કહેવાયું કે અમે ગુણવત્તા અને રોકાણને લીધે આર્થિક કોરિડોર વિકસિત કરવા જી-7 નક્કર ઠરાવ, યોજનાઓ અને પૂરત પ્રસ્તાવોને પ્રોત્સાહન આપીશું.
હાઈ-સ્પીડ રેલથી ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોર
ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) પ્રોજેક્ટ એશિયા, પશ્ચિમ એશિયા અને પશ્ચિમ વચ્ચે જોડાણ સુનિશ્ચિત કરવા માટે સાઉદી અરેબિયા, ભારત, યુએસ અને યુરોપ વચ્ચે વિશાળ રોડ, રેલ અને શિપિંગ નેટવર્કની કલ્પના કરે છે. ચીનના ‘બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ’ (BRI) સામે વ્યૂહાત્મક પ્રભાવ મેળવવાની પહેલ તરીકે સમાન વિચાર ધરાવતા દેશો દ્વારા IMECને પણ જોવામાં આવે છે. BRI એક વિશાળ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે જે ચીનને દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્ય એશિયા, રશિયા અને યુરોપ સાથે જોડે છે. ગયા વર્ષે દિલ્હીમાં G20 સમિટ દરમિયાન IMECને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
જી-7માં પીએમ મોદીના ભાષણથી વિશ્વ નેતા ગદગદ
જી-7 શિખર સંમેલનમાં શુક્રવારે વડાપ્રધાન મોદીના સંબોધનથી દુનિયાના નેતાઓ ગદગદિત થયા હતા. પીએમ મોદીએ સંબોધનમાં એઆઈ, ઊર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સાગર જેવા મુદ્દે આઉટરિચ સેશન વિશે જાહેરતમાં કહેવાયું હતું. સંયુક્ત જવાબદારીની ભાવનાથી અમે અલ્જિરિયા, બ્રાઝિલ, ભારત, જોર્ડન, કેન્યા, સાઉદીના નેતાઓની ભાગીદારીનું ઉષ્માપૂર્વક સ્વાગત કરીએ છીએ.
આમાં કહેવામાં આવ્યું કે અમે વધુ પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવા એઆઈ સાથે જોડાયેલ દૃષ્ટિકોણ વચ્ચે તાલમેલને વધારવા પ્રયાસોને આગળ વધારીશું. આ દરમિયાન અમે એ પણ ધ્યાન રાખીશું કે જી-7 સભફ્યોના વલણ અને નીતિગત વ્યવસ્થા અલગ હોઈ શકે છે. શિખર સંમેલનના એજન્ડાની અન્ય પ્રાથમિકતાઓ સિવાય જાહેરાતમાં રશિયાની સાથે ચાલુ યુદ્ધમાં યુક્રેનને મજબૂત ટેકો આપવાનું વલણ રાખીશું.


