પ્રધાનમંત્રી મોદી કેનેડાના પ્રવાસે છે અને હાલ G7 સમિટમાં ભારતની ડિપ્લોમેસીનો પાવર દર્શાવી રહ્યા ચે. આ દરમિયાન તેમણે વિશ્વના ગણા દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેંમાં ઈટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીનું નામ પણ શામેલ છે.
પીએમ મોદી અને મેલોનીની G7સમિટમાં મુલાકાત થઈ ત્યારે બંનેએ એકબીજાને હાથ મિલાવીને થોડી વાર વાતચીત કરી. આ મુલાકાત પછી જ્યોર્જિયા મેલોનીઓ પોતાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ફોટો શેર કરતા લખ્યું હતું કે ઈટલી અને ભારત વચ્ચે ગાઢ મિત્રતા છે.
પીએમ મોદીની પ્રતિક્રિયા
પ્રધાનમંત્રી મોદીએ પણ મેલોનીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હું તમારી વાત સાથે પુરી રીતે સહમત છું જ્યોર્જિયા મેલોની. ભારત અને ઈટલીની દોસ્તી હજી વધારે મજબૂત થશે, જેનાથી આપણા લોકોને ફાયદો થશે. G7 સમિટમાં પીએમ મોદી અને મેલોનીની મુલાકાત થોડી વાર માટે જ થઈ હતી. બંનેની મુલાકાતની ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે.
G-20માં પણ બંને નેતાઓ મળ્યા હતા
આ રીતે G-20માં ના શિખર સંમેલનમાં પણ તેમની મુલાકાત બાદ સોશિયલ મિડીયા પર પોસ્ટનો વરસાદ થયો હતો. ઘણા ઈન્ટરનેટ યુઝર્સ બોલિવુડના ગીતો સાથે વિડીયો પોસ્ટ કરી રહ્યા હતા.