અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત દુનિયાના સૌથી શક્તિશાળી દેશોની ચાલુ બેઠક છોડીને જતા રહ્યા હતા. મુદ્દો છે કેનેડામાં ચાલી રહેલી G7 સમિટનો. ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડામા પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડમાં થઈ રહેલી G7 બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા, પરંતું નક્કી કરેલા કાર્યક્રમ પહેલા જ તેમણે સમિટમાંથી વિદાય લઈ લીધી હતી.
ટ્રમ્પ ફક્ત બેઠક છોડીને નથી ગયા, જતા-જતા તેમણે તેહરાનના લોકોને રાજધાની ખાલી કરવાની સલાહ આપી હતી. આ સાથે તેમણે સોશિયલ મિડીયા પર પણ તેમણે ખુલ્લેઆમ ઈશારો કર્યો છે કે જો સ્થિતિ નહીં સુધરે તો અમેરિકા સીધી સૈન્ય કાર્યવાહી કરી શકે છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસના સિચ્યુએશન રુમમાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલને તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે.
2018માં G7 સમિટ અધુરી છોડી દીધી હતી.
આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે કેનેડામાં થઈ રહેલી G7 સમિટને અધવચ્ચે છોડીને જતા રહ્યા હોય. 2018માં પણ ટ્રમ્પે ક્યૂબેકમાં ચાલી રહેલી સમિટને અધૂરી મુકી દીધી હતી. જ્યાં તેમની ઐતહાસિક મુલાકાત ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે થવાની હતી. તે વર્ષે ટ્રમ્પે નિવેદન પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી અને કેનેડાના તત્કાલિન પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોને બેઈમાન અને કમજોર કહી દીધા હતા. આ વખતે પણ દુનિયાના મોટા નેતાઓને ટ્રમ્પની અચાનક વિદાયથી છક્કો લાગ્યો હતો.