- G7 શિખર સંમેલન 15 જૂન સુધી ચાલશે
- ભારત અને ઈટાલી વચ્ચે સહયોગ વધશે
- વડાપ્રધાન મોદીએ પોતાની પ્રથમ વિદેશ યાત્રા ઈટાલી પ્રવાસથી શરૂ કરી
પીએમ નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચી ગયા છે. બ્રિંડિસી એરપોર્ટ પર તેમના સ્વાગત માટે દૂતાવાસના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. ઈટાલાની બ્રિંડિસી એરપોર્ટ પર પહોંચતા પીએમ મોદીએ ટવિટ કરી કહ્યું કે હું G7 શિખર સંમેલનમાં ભાગ લેવા ઈટાલી પહોંચી ગયો છું. વિશ્વના નેતાઓ સાથે મળી સાર્થક ચર્ચા કરવા ઉત્સુક છું. G7 સમિટમાં અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, ઈટાલી, જર્મની કેનેડા અને જાપાન સામેલ છે. ઈટાલી G7 શિખર સંમેલનની અધ્યક્ષતા અને યજમાન દેશ છે.
G7 શિખર સંમેલન 15 જૂન સુધી ચાલશે
ઈટાલીના અપુલિયા પ્રદેશમાં બોર્ગો એગ્નાઝિયાના વૈભવી રિસોર્ટમાં 13 થી 15 જૂન દરમિયાન યોજાનારી G7 સમિટમાં યુક્રેનમાં યુદ્ધ અને ગાઝામાં સંઘર્ષનો દબદબો હોવાની અપેક્ષા છે. સમિટ માટે રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ખુશ છે કે તેઓ તેમના પ્રથમ વિદેશ પ્રવાસ પર ઈટાલી જઈ રહ્યા છે. “આઉટરીચ સત્રમાં ચર્ચા દરમિયાન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઉર્જા, આફ્રિકા અને ભૂમધ્ય પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે,” મોદીએ કહ્યું, “આ ભારતની અધ્યક્ષતામાં યોજાનારી G20 સમિટ અને આગામી સમયમાં થશે. G7 સમિટ.” પરિષદના પરિણામો વધુ સમન્વય લાવવા અને વૈશ્વિક દક્ષિણ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક હશે.”
ભારત અને ઈટાલી વચ્ચે સહયોગ વધશે
પીએમ મોદીએ G7ની બેઠકથી ઈટાલીના વડાપ્રધાન મેલોની સાથે દ્રિપક્ષીય બેઠક પણ કરશે. વડાપ્રધાને કહ્યું કે ગત વર્ષે વડાપ્રધાન મેલોનીએ ભારતની યાત્રાઓએ અમારા દ્રિપક્ષીય એજન્ડાની ગતિ અને ઊંડાઈ દેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમને કહ્યું કે અમે ભારત-ઈટાલી રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા અને હિંદ પ્રશાંત અને ભૂમધ્ય સાગર ક્ષેત્રમાં સહયોગ વધારવા કટિબદ્ધ છીએ. વડાપ્રધાનના આ શિખર સંમેલનથી ઈત્તર ઘણી દ્વિપક્ષીય બેઠકો કરવાની શક્યતા છે.
PM મોદીનું 14મી જૂન એટલે કે આજે શેડ્યૂલ નીચે મુજબ છે (સમય ઈટાલીના સ્થાનિક સમય પ્રમાણે છે)
– 10:45-11:10: ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત.
– 11:10-11:30: યુકેના પીએમ ઋષિ સુનક સાથે વાતચીત.
– 13:30: બોર્ગો ઈમેન્ઝા ખાતે આગમન, G7 સમિટ સ્થળ.
– 13:45: ઇટાલિયન પીએમ સાથે સ્વાગત ફોટો સેશન.
– 14:00-17:30: G7 આઉટરીચ સત્ર.
– 17:30-17:45: કૌટુંબિક ફોટો સેશન.
– 17:50-18:15: જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત.
– 18:20-18:40: ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો.
– 18:40-19:30: ખાસ બેઠક.
– 19:30-19:55: જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય વાતચીત.
– 20:30-21:30: ઇટાલીના પીએમ મેલોની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ડિનરનું આયોજન કરશે.


