- ઈટાલીની સંસદમાં નેતાઓ એકબીજાની મારામારી કરી
- વિશ્વના નેતાઓ ઈટાલી પહોંચી રહ્યા હતા તે દરમિયાન સંસદમાં હોબાળો થયો
- ઈટાલીના નાગરિકો, નેતાઓ પણ સંસદની ઘટનાને વખોડી હતી
ઈટાલીમાં જી-7 સમિટમાં વિશ્વભરના નેતા પહોંચ્યા છે. પરંતુ આ સૌની સામે એક એવી ઘટના સર્જાઈ કે પીએમ જ્યોર્જિયા મેલોનીને બધાની સામે ભોંઠા પડવું પડયું હતું. બન્યું એવું કે ઈટાલીની સંસદમાં ભારે હોબાળો થયો અને સાંસદો એકબીજાને મારામારી કરવા લાગ્યા હતા. જયારે આજે ત્યાં જી-7 સમિટની શરૂઆત થવાની હતી. અહીંની સંસદમાં દેશના ઘણા ક્ષેત્રોને વધુ સ્વાયત્તા આપવાની યોજના પર હોબાળો મચી ગયો હતો. વિપક્ષના સભ્યો સરકારની નીતિઓને ખોટી ઠેરવી રહ્યા હતા.
આ મુદ્દે બુધવારે સાંજે સાંસદો ઝપાઝપી અને મારામારી પર ઉતરી પડયા હતા. એક સાંસદને ગળામાં કાળો ઝંડો બાંધવાનો પ્રયાસ કરાયો જ્યારે આ દરમિયાન અન્યોએ લાતો મારી હોવાનો આરોપ મૂકાયો છે.
ઈટાલીના નાગરિકોએ સંસદની ઘટના વખોડી
જી-7 સમિટ પહેલાં સંસદમાં થયેલા હોબાળાની રાજકીય ચર્ચા જગાવી હતી. સ્થાનિક નાગરિકોએ આ હુમલાની ટીકા કરી હતી. ઈટાલીના સમાચાર માધ્યમોમાં પણ આ ખબર પ્રકાશિત થતા નાગરિકોએ ઘટનાને વખોડી હતી. પીએમ જ્યોર્જિયા મેલોનીની પાર્ટીના સાંસદોએ સાંસદ ડોનો પર નાટક કકવાનો આરોપ મૂક્યો હતો પરંતુ ઈટાલીની સરકાર માટે આ ખૂબ શરમજનક ઘટના હતી. કારણ કે જી-7 સમિટનું આયોજન ચાલી રહ્યું હતું.
સાંસદોનું વર્તન સારું નહોતું
આ દરમ્યાન ઈટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયોએ પણ પોતાનું મૌન તોડયું. તેમને કહ્યું કે સંસદમાં આ પ્રકારનું સાંસદોનું વર્તન સારું નહોતું. જનતાના પ્રતિનિધિઓમાં ઉંચા માપદંડ હોવા જોઈએ. પરંતુ અહીં એવું કશું જોવા ન મળ્યું. આ પ્રકારની ઘટનાઓ સંસદમાં સ્વીકારી શકાય નહીં. દરેક મુદ્દાનું સમાધન વાતચીતથી નીકળી શકે છે. આ પ્કકારનું કોઈ સમાધાન નહિ હોય.
વિવાદ કંઈક આ રીતે શરું થયો
સંસદમાં કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન યોજનાઓ પર વિચાર કરતા અચાનક હોબાળો થયો. આ હોબાળામાં એક સાંસદ કાળો ઝંડો લઈ ગળામાં બાંધવા લાગ્યા હતા. સાંસદના આ વર્તનને લઈ અન્ય સાથી સાંસદ ઉશ્કેરાઈ ગયા અને કાળો ઝંડો બાંધેલા સાંસદને ઘેરી ઝપાઝપી કરવા લાગ્યા હતા. મામલો એ હદ સુધી બિચક્યો કે મારામારી શરૂ થઈ અને ઈજાગ્રસ્ત સાંસદને વ્હીલચેરથી હોસ્પિટલ લઈ જવો પડયો. આ ઘટનાની આખી ઈટાલીમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.


