ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ વિકરાળ સ્વરુપ લઈ રહ્યું છે. આ વચ્ચે G-7 સમિટ તરફથી ઈરાનને ચેતવણી આપવામાં આવી છે. આ સમિટનું આયોજન કેનેડામાં થઈ રહ્યું છે. સમિટના ઉચ્ચના નેતાઓએ એક નિવેદન જાહેર કરીને તેહરાનને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર છે.
G-7 સમિટના નેતાઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઈઝરાયલને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. અમે ઈઝરાયલની સુરક્ષા માટે તેમના સમર્થનમાં છીએ. નાગરિકોની સુરક્ષા પણ મહત્વનો મુદ્દો છે. ઈરાન આતંક ફેલાવવાનું મોટુ કારણ છે. ઈરાનની પાસે ક્યારેય પરમાણુ હથિયાર ન હોવું જોઈએ.
ઈરાનની સમસ્યા પુરી થશે તો શાંતી ફેલાશે – G-7 સમિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહિત તમામ G-7 ના નેતાઓએ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને લઈને પ્રતિક્રીયા આપી છે. તેમણે કહ્યું છે કે જો ઈરાનની સમસ્યાનું સમાધાન થઈ જશે તો તે વિસ્તારમાં તણાવ ઓછો થઈ જશે. તેમાં ગાજામાં થયેલા યુદ્ધ વિરામનો પણ સમાવેશ થાય છે. G-7 દેશોએ ઈઝરાયલનું સમર્થન કરતા જણાવ્યું છે કે તેની તેની આત્મરક્ષા કરવાનો પુરો અધિકાર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ G-7 સમિટમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. આ દશકામાં મોદીનો કેનેડાનો પહેલો પ્રવાસ છે. પીએમ આ દરમિયાન વિશ્વના નેતાઓ સાથે મુલાકાત કરશે અને ઉર્જા સુરક્ષા, પ્રૌદ્યોગિકી સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.