પોપટપરામાં મોટાપાયે રમાતો હતો જુગાર: 2.40 લાખ રોકડ સહિત રૂ. 5.70 લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટમાં ગઈકાલે અને આજે પોલીસે જુદા-જુદા ચાર સ્થળે દરોડા પાડી જુગાર રમતાં ત્રણ મહિલા સહિત કુલ 39ને ઝડપી લીધા હતા. સંતોષીનગર મેઈન રોડ પરની એક જ જગ્યાએથી સરાજાહેર જુગાર રમતાં 20 શખ્સો ઝડપાઈ ગયા હતા. જયારે પોપટપરાની રઘુનંદન સોસાયટીમાં મોટાપાયે જુગાર રમાતો હોવાનું ખુલ્યું હતું. જયાંથી ક્રાઈમ બ્રાંચે રૂ. 2.40 લાખની રોકડ મળી કુલ રૂ. 5.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એલસીબી ઝોન-રના સ્ટાફે મળેલી બાતમીના આધારે સંતોષીનગર મેઈન રોડ પર પાણીના ટાંકા પાસે ખુલ્લા વંડામાં જુગાર રમતાં રાકેશ મગન મકવાણા, કમલેશ ગાંડુભાઈ પરમાર, રોશન સેવારામ ભદલાણી, અમીત સુરેશ કુશ્વાહા, લાલાભાઈ દાનજીભાઈ કુકાવા, કમલેશ મોહન પંજાબી, કિશોર પ્રાગજીભાઈ ઝાલા, યોગેશ મધુકર ભામરે, મહેન્દ્ર સાહેબરાવ પાટીલ, મુકેશ લાલસીંગ ગણાવા, અશ્વીન કાનજીભાઈ ડાભી, કિશોર ભુપતભાઈ ઝીંજુવાડીયા, અશ્વીન ધનજીભાઈ જાંખેલીયા, ર્નિર્મલદીપ વરૂણદીપ, પ્રતિક અમૃત અઘોલા, સંજય હરીભાઈ વાઘેલા, રવી મનહરભાઈ ચૌહાણ, હરેશ રમેશભાઈ પુરબીયા, રીતેશ જગદીશ સોલંકી અને સંજય બઘાભાઈ ચાવડાને રૂ.૩૩ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જયારે માલવીયાનગર પોલીસે આંબેડકરનગર શેરી નં. 11માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નરેન્દ્ર ગોપાલભાઈ ચાવડા, અનીલ મુકેશભાઈ પરમાર, અશોક ગાંગજી પરમાર, હરેશ રાઘવભાઈ ચુડાસમા, આશીષ મહેન્દ્રભાઈ પારેખ અને ચંદુભાઈ દેશાભાઈ બગડાને રૂ. 14900 ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
ક્રાઈમ બ્રાંચે ગઈકાલે મોડી રાત્રે પોપટપરાની રઘુનંદન સોસાયટી શેરી નં. 2/4ના કોર્નર પર આવેલા કાસમ ઉર્ફે કડી ખમીશાભાઈ જુણાચના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા સચીન ઉર્ફે લાલો સંજય વધીયા, શબ્બીર ઉર્ફે જાબર સીદીક જુણેજા, નવઘણ ઉર્ફે રાજ મહેશભાઈ દારોદ્રા, રાધીકા ઉર્ફે તોફાની રાધા હર્ષદભાઈ ધામેચા, નૈયનાબેન બાબુભાઈ ગીલવા અને મનીષા ઉર્ફે ડોલી રસીકભાઈ વૈશ્ણવને રૂ. 2.40 લાખની રોકડ અને 8 મોબાઈલ મળી કુલ રૂ. 5.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભક્તિનગર પોલીસે આજે બપોરે દેવપરા મેઈન રોડ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતાં ગનીભાઈ અબ્દુલભાઈ મોદન, ઈબ્રાહીમ ઓઢાભાઈ નોતીયાર, ઓસમાણ ઈબ્રાહીમ માડકીયા, બોદુભાઈ ઈસ્માઈલભાઈ કટારીયા, ઈલ્યાશ હુશેનભાઈ કઈડા અને સલીમ સતારભાઈ કારેકને રૂ. 11,600 ની રોકડ સાથે ઝડપી લીધા હતા.