મોરબી જિલ્લા ટ્રાફિક શાખા ના ઇન્ચાર્જ કે.એમ. છાસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ મોરબી ટ્રાફિક શાખા અને આરટીઓ દ્વારા સ્કૂલ વાહનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શાળાએ લઇ જતી સ્કૂલવાન દ્વારા ટ્રાફિક અને આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લઘન કરી વિદ્યાર્થીઓને ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે જે ટ્રાન્સપોર્ટેશન ખુબજ જોખમી પ્રકારે થતુ હોવાનુ તેમજ તેને કારણે ઘણા બધા જીવલેણ ગંભીર અકસ્માતો થવાની શક્યતા હોય.
તાજેતરમાં જુન-૨૦૨૪-૨૦૨૫ ના વર્ષનું નવુ શૈક્ષણિક સત્ર શરૂ થયેલ હોય જેથી મોરબી જિલ્લાની તમામ સરકારી/ખાનગી શાળાઓમાં વિધાર્થીઓને શાળાએ લઇ જતા આવતા સ્કુલ વાહનોનું સઘન ચેકીંગ કરવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ હતી. જેમાં અલગ અલગ સ્કૂલ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું