- ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરાવશે
- CM ભૂપેન્દ્ર પટેલ સુરતથી અભિયાનની કરાવશે શરૂઆત
- 10 થી 15 ઓગસ્ટ સુધી ચાલશે હર ઘર તિરંગા યાત્રા
કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા ગુજરાત આવશે. ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરાવશે. 10 ઓગસ્ટે રાજકોટ ખાતેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવશે.
10 થી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા યાત્રા યોજાશે
10 ઓગસ્ટે રાજકોટ ખાતેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવશે. હર ઘર તિરંગા યાત્રા અભિયાન 10 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત ખાતેથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરતમાં યાત્રા યોજવામાં આવી હતી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત લીધી હતી અને આશરે બે કિલોમીટર સુધી તિરંગા પદયાત્રામાં લોકો જોડાયા હતા. હર ઘર તિરંગા માટેની પદયાત્રામાં મોટી સંખ્યામાં અનેક લોકો જોડાયા હતા. આ યાત્રાને મુખ્યમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યા. આ એક પદયાત્રામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ હાથમાં તિરંગા લઈ ઉત્સાહભેર મુખ્યમંત્રી સાથે સામેલ થયા હતા.
અભિયાનમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની જાગૃતિ માટે પદયાત્રા સુરત ખાતે યોજવામાં આવી હતી. દેશભરના લોકો આ અભિયાનમાં સામેલ થયા હતા. આ માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે સુરતના પીપલોદના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ કાઉન્ટર પરથી ડિજિટલ પેમેન્ટ કરીને તિરંગા ખરીદી તેને સ્ટેજ પર જઈ ફરકાવ્યો હતો. લોકોને આહવાન કર્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનમાં લોકો મોટી સંખ્યામાં જોડાવા જોઈએ.
5 હજારથી વધુ લોકો તિરંગા પદયાત્રમાં જોડાયા હતા
શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને અલગ-અલગ સમાજ તેમજ રાજ્યના લોકો આ રેલીમાં સામેલ થયા હતા. આશરે 5 હજારથી વધુ લોકો તિરંગા પદયાત્રામાં સામેલ થયા હતા અને વિભિન્ન રાજ્યોની સંસ્કૃતિ પણ આ પદયાત્રામાં જોવા મળી હતી. આશરે 5 હજારથી વધુ લોકો હાથમાં તિરંગા લઈ સંકલ્પ લીધો હતો કે હર ઘર તિરંગા અભિયાનને તેઓ સાર્થક કરશે. આ બધી યાત્રામાં જુદા જુદા નિત્ય ગ્રુપ, ડાન્સ ગ્રુપ, બેન્ડબાજા, પોલીસ બેન્ડ, ગીત સંગીત અને યોગાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.


