જિલ્લા કલેક્ટર અચાનક દહેગામ તાલુકાના ધારીસણા ગામ ખાતે પહોંચી ગયા હતા. ત્યાં ગ્રામપંચાયત ખાતે ગ્રામજનો સાથે વાતચીત કરી માહિતી મેળવ્યા બાદ આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. અહીં ગ્રામજનોને સારી સુવિધા મળે છે કે નહિ તે બાબતે આરોગ્ય સેવાઓની ચકાસણી કરી હતી.
કલેક્ટરને અચાનક ધારીસણા ગામની મુલાકાત લેશે તે બાબતે સમગ્ર તંત્ર અજાણ હતું. ધારીસણા ગામે પહોંચીને સીધા તેઓ ગ્રામપંચાયત પહોંચી ગયા હતા. જ્યાં તેમણે રેકોર્ડ ચકાસ્યા હતા. આ સમયે ત્યાં કામ અર્થે આવેલા ગ્રામજનોને પણ તેઓ મળ્યા હતા. તેમની સાથે વાતચીત કરીને વિગતો મેળવી હતી. ગ્રામપંચાયતથી તેઓ આયુષ્યમાન આરોગ્યમંદિર ખાતે ગયા હતા. જ્યાં તેમણે ગ્રામજનોને મળતી આરોગ્ય સેવાઓની ચકાસણી કરી હતી. ગ્રામજનોને સારી સુવિધા મળે છે કે નહિ તેની પણ ખાતરી કરી હતી. આ સાથે તેમણે પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર ધારીસણા સેવા સહકારી મંડળીની પણ મુલાકાત કરી હતી. જેમાં અનાજના જથ્થાની ખાતરી કરવા સાથે વજનકાંટાની ચકાસણી કરી હતી.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


