By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    9 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gandhinagar :શિક્ષક શાળામાં નથી તો TPEO, DPEO, નિયામક, સેક્રેટરીએ 'સમીક્ષા' શેની કરી?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gandhinagar :શિક્ષક શાળામાં નથી તો TPEO, DPEO, નિયામક, સેક્રેટરીએ 'સમીક્ષા' શેની કરી?

agragujaratnews
Last updated: 2024/08/14 at 2:43 AM
2 years ago
Share
Gandhinagar :શિક્ષક શાળામાં નથી તો TPEO, DPEO, નિયામક, સેક્રેટરીએ 'સમીક્ષા' શેની કરી?
SHARE

  • રૂપિયો બોલે છે ! શિક્ષકની ગેરહાજરી = ટકાવારી અને બદલીનો વેપાર
  • મુખ્ય શિક્ષક, CRC- BRC સેક્રેટરી સહિત સુપરવિઝન ઓથોરિટી સામે તપાસ કેમ નહીં ?
  • શિક્ષકને વિદેશ જવા મંજૂરી આપનારી ઓથોરિટીઓ NOCનો સમય વિત્યા પછી શું કર્યું ?

અંબાજી- દાંતા જેવા પછાત, ગ્રામીણ, આદિવાસી ક્ષેત્રના પાન્છા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલ વર્ષોથી વિદેશ હોવા છતાંયે સરકારી નોકરીમાં યથાવત હોવાનો ભાંડો ફુટયા બાદ રાજ્યનો શિક્ષણ વિભાગ સફાળે જાગ્યો છે. 24 કલાકમાં છેલ્લા બે વર્ષમાં 3 મહિનાથી વધુ સમય ગેરહાજર 151 શિક્ષકોને શોધીને કાર્યવાહીનો ઢોલ પીટી રહ્યો છે.

પરંતુ, આટલા લાંબા સમયથી જે શાળામાં જતા નહોતા, સતત ગેરહાજર હતા કે પછી માત્ર હાજરીપત્રકમાં જ દેખાતા હતા તેવા શિક્ષકોની જાણ આ સમગ્ર વ્યવસ્થાનું સુપરવિઝન કરતા ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર- VSK’ને કેમ નહોતી ? તેવા સવાલો શિક્ષક સમુદાયમાંથી ઉઠયા છે. એટલુ જ નહીં, જે શિક્ષકો શાળામાં જ નહોતા તો આટલા વર્ષોથી મુખ્ય શિક્ષકો, CRC, BRC, TPEO, DPEO, નિયામક, સેક્રેટરી- પ્રિન્સિપલ સેક્રેટરી દરમહિને, ત્રિ-માસિક, છ- માસિક કે વાર્ષિક સમીક્ષા શુ કરી ? ખરેખર તો આ તમામ સુપરવિઝન ઓથોરિટીઓ સામે પણ ફરજમાં બેદરકારી સબબ તપાસ કરાવવી જોઈએ, નોટિસો ફટકારી જવાબ માંગી દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ શિક્ષક સમુદાયમાંથી ઉઠી છે. ‘સંદેશ’ સાથેની વાતચીતમાં શિક્ષકોએ કહ્યુ ”ગેરહાજરી અને જગ્યા ભરાયેલી દેખાડવાના નામે પણ પગારમાંથી ટકાવારી અને બદલીનો વેપાર થઈ રહ્યો છે. જેમાં વિદેશ જવા માટે મંજૂરી આપતી ઓથોરિટીઓ NOCની મુદ્દત પૂર્ણ થયા પછી, જેમને નોકરી જ નથી કરવી તેમના રાજીનામા ન મંજૂર કરતા અધિકારીઓની સામેલગીરી પણ એટલી જ જવાબદાર છે. સુપરવિઝન ઓથોરિટીના આંખ આડા કાનને કારણે ગ્રામિણ વિસ્તારોમાં શિક્ષણ વિભાગમાં બટ્ટો લાગ્યો છે. એટલે આ તમામ સામે સરકારે ઈન્કવાયરી આદેશ કરવો જોઈએ”

પાંચ મોડસ ઓપરેન્ડી- MOથી નોબેલ વ્યવસાયમાં સડો ઘૂસ્યો

પારદર્શક શિક્ષણ વ્યવસ્થા માટે કમાન્ટ એન્ડ કંટ્રોલ સેન્ટ્રર- વિદ્યા સમીક્ષા કેન્દ્રની ઝામકઝોળ વચ્ચે ગુજરાતમાં આંતરીયાળ ક્ષેત્રમાં પાંચ મુખ્ય મોડસ ઓપરેન્ડી- MOથી છેક ઉપરથી નીચે સુધી સડો છે. જેના કારણે આ નોબેલ પ્રોફેસન બદનામ થઈ રહ્યાની હૈયાવરાળ ખરેખર જેઓ શિક્ષણકાર્યમાં ઓતપ્રોત છે તેવા શિક્ષકો ઠાલવી રહ્યા છે. શિક્ષકોએ વર્ણવેલા પાંચ MOને આ રીતે સમજો.

જે શાળાએ જતા નથી તેમના પગારમાં ટકાવારીથી વેપાર !

જે શાળાએ જતા નથી, પૂર્ણકાલિન સેવા આપતા નથી કે LWP વચ્ચે તૂટક તૂટક હાજરી દર્શાવે છે તેવા શિક્ષકને પગારમાંથી 60 ટકા પગાર મુખ્યશિક્ષક, TPEO, DPEO વચ્ચે વહેંચીને બધુ બરાબર છે તેવો ડિઝિટલ રિપોર્ટ બનાવાય છે. જેમાં શિક્ષકનો અપડાઉન ખર્ચ બચે અને વધેલા સમયમાં બીજી પ્રવૃત્તિ કરી શકે છે.

VKSમાં સૌને સાચવી લેતા મંત્રી, અધિકારીના સબંધી !

વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જે બાયોમેટ્રિક હાજરી, ડિઝિટલ રિપોર્ટ તૈયાર કરે છે તે ડેપ્યુટેશન ઉપર નિયુક્ત 20થી વધુ શિક્ષકો પૂર્વ મંત્રી, ગાંધીનગરમાં વગ ધરાવતા અધિકારી- કર્મચારીઓના સગા- સંબંધી, પતિ કે પત્ની છે ! સંઘોના પ્રતિનિધિના નિકટવતીઓ હોવાથી તેઓ ગેરહાજર શિક્ષકોને સાચવી લેતા હોય છે.

બદલી કેમ્પ આવે ત્યાર પછી રાજીનામું મંજૂર કરવા ખેલ !

એવા પણ ઘણા કિસ્સાઓ છે કે જેમણે રાજીનામું આપ્યુ હોય તેવા શિક્ષકોને તત્કાળ અસરથી છૂટા કરાતા નથી ! અથવા તો શિક્ષકો જ પોતાની જગ્યાએ જ્યાં સુધી બદલીથી કોઈ આવવા તૈયાર થાય તેની તક જોઈને રાજીનામુ આપે છે. જેથી બદલી કેમ્પ ટાણે ખાલી જગ્યા હોય તો તેના પેટે પણ ભાવતાલ કરી શકાય !

સર્વિસ બુકમાં ‘નોંધ’ પાડવા દરેક કચેરીમાં બાંધેલા ભાવ !

સરકારી સિસ્ટમમાં શિક્ષક પાસે પગાર સિવાય ઉપરની આવક- ભ્રષ્ટાચાર માટે શાળાની ગાન્ટ સિવાય ખાસ વિકલ્પો નથી. એથી આ સમુદાયમાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ જેટલો ઝડપી મળે તે મહત્વનુ છે. જેના માટે સર્વિસ બૂકમાં સમયસર નોંધ પાડાવવા BRC, CRC, TPEOની કચેરીમાં લાંચ આપવી પડે છે.

સામેથી રાજીનામું આપો તોય ફરજ પર હાજર થવા આદેશ !

એવા પણ કેટલાક કિસ્સા છે કે જેમણે સામેથી રાજીનામું આપ્યુ હોય તેમ છતાંયે મુખ્ય શિક્ષક, TPEO, DPEOથી લઈને જિલ્લા અધિકારી તેને ત્વરીત મંજૂર કરવાને બદલે ફરજ પર હાજર થવા શિક્ષકોને આદેશ કરે છે. કાગળ ઉપર બદલી કેમ્પ સુધી જગ્યા ભરાયેલી દેખાડવાના ખેલ પાછળ પણ રૂપિયા જ કારણભૂત હોય છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
રાજકોટ

સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર

Editor By Editor 1 day ago
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?