By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gandhinagar : આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના –મુખ્યમંત્રી અમૃતમ અંતર્ગત ગુજરાતમાં 1 કરોડથી વધુ કુટુંબોને આવરી લેવામાં આવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gandhinagar : આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના –મુખ્યમંત્રી અમૃતમ અંતર્ગત ગુજરાતમાં 1 કરોડથી વધુ કુટુંબોને આવરી લેવામાં આવ્યા

AgraGujarat Rajkot
Last updated: 2025/12/18 at 5:41 PM
3 months ago
Share
Gandhinagar : આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના –મુખ્યમંત્રી અમૃતમ અંતર્ગત ગુજરાતમાં 1 કરોડથી વધુ કુટુંબોને આવરી લેવામાં આવ્યા
SHARE

Contents
રાજ્યના 1,20,14,556 કુટુંબોને આવરી લેવામાં આવ્યા કુટુંબદીઠ વાર્ષિક વીમાની રકમ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું AB PMJAY – MA હેઠળ આર્થિક સહાય 5 થી વધીને ₹10 લાખ થતા પ્રિમિયમની રકમમાં વધારો 2025 દરમિયાન કુલ નાણાકીય ખર્ચ 3210.03 કરોડ થયો

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓના સ્વાસ્થ્યમાં ગુણવત્તાસભર સુધારો લાવવાના ઉદ્દેશથી સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતનો મંત્ર આપ્યો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સુનિશ્ચિત કર્યું છે કે આરોગ્ય સંબંધિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓ સુધી પહોંચે અને કોઈપણ વ્યક્તિ તબીબી સુવિધાઓથી વંચિત ન રહે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને તબીબી સારવાર માટે આર્થિક સહાય આપતી કેન્દ્ર સરકારની સૌથી મોટી યોજના છે, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને ગુજરાત સરકારની મુખ્યમંત્રી અમૃતમ યોજના સાથે જોડવામાં આવી છે.

રાજ્યના 1,20,14,556 કુટુંબોને આવરી લેવામાં આવ્યા

સંયુક્તપણે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ (AB PMJAY – MA) હેઠળ રાજ્યના 1,20,14,556 કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે.

કુટુંબદીઠ વાર્ષિક વીમાની રકમ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી

 વધુમાં, જુલાઈ, 2023માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ AB PMJAY – MA અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કુટુંબદીઠ વાર્ષિક વીમાની રકમ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. આ બાબત દર્શાવે છે કે, ગુજરાતે આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત અને સુલભ બનાવી છે, જે રાજ્યમાં સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે.

ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવે છે કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ આપીને ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં આજે સમાજને નિરામય રાખવા માટે આપણે ગુજરાતમાં યોગથી આયુષ્માન સુધીના પ્રકલ્પો અમલી બનાવ્યા છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત આપણે ₹5 લાખની આર્થિક સહાય વધારીને ₹10 લાખ કરી છે. આ યોજના થકી ગરીબ અને છેવાડાના વિસ્તારોમાં પણ લોકોને ગંભીર બીમારીઓમાં વિનામૂલ્યે સારવાર મળી રહી છે. આજે સરકારી હોસ્પિટલોમાં પણ ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે. સ્વસ્થ સમાજ અને સ્વસ્થ ગુજરાત થકી વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @2047ના લક્ષ્યાંકને આપણે સાકાર કરીશું.”

AB PMJAY – MA હેઠળ આર્થિક સહાય 5 થી વધીને ₹10 લાખ થતા પ્રિમિયમની રકમમાં વધારો

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ (AB PMJAY – MA) હેઠળ જ્યારે 5 લાખની આર્થિક સહાય આપવામાં આવતી હતી, ત્યારે 1 જુલાઈ, 2021 થી 10 જુલાઈ, 2022 સુધી કુટુંબદીઠ પ્રિમિયમની રકમ 2177.10 હતી, અને તે સમયગાળા દરમિયાન કુલ નાણાકીય ખર્ચ 1681.20 કરોડ થયો હતો. ત્યારબાદ, 11 જુલાઈ, 2022 થી 10 જુલાઈ, 2023 દરમિયાન પ્રિમિયમ ₹1492 હતું, જે દરમિયાન કુલ નાણાકીય ખર્ચ 1363.52 કરોડ થયો હતો.

2025 દરમિયાન કુલ નાણાકીય ખર્ચ 3210.03 કરોડ થયો

10 જુલાઈ, 2023ના રોજ રાજ્ય સરકાર દ્વારા યોજના અંતર્ગત મળતી આર્થિક સહાય 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી, જેનાથી પ્રિમિયમની રકમ વધીને 3708 થઈ છે. કુલ નાણાકીય ખર્ચની વાત કરીએ તો, 11 જુલાઈ, 2023થી 10 જુલાઈ, 2024 દરમિયાન કુલ નાણાકીય ખર્ચ 2676.26 કરોડ જ્યારે 11 જુલાઈ, 2024 થી 10 જુલાઈ, 2025 દરમિયાન કુલ નાણાકીય ખર્ચ 3210.03 કરોડ થયો છે.

AB PMJAY – MA યોજના હેઠળ રાજ્યમાં કુલ 2090 હોસ્પિટલો એમ્પેનલ્ડ

AB PMJAY – MA યોજના હેઠળ રાજ્યમાં કુલ 2090 હોસ્પિટલો એમ્પેનલ્ડ છે, જેમાંથી 1132 સરકારી જ્યારે 958 ખાનગી હોસ્પિટલો છે. આ યોજના હેઠળ નવેમ્બર, 2025 સુધીમાં કુલ 2299 પ્રોસિજરો તેમજ 50 SRS પ્રોસિજરોને આવરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થીઓને દાવાઓની ચૂકવણી કરવામાં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાન પર છે.

રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનરો માટે ‘કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના’

ગુજરાત સરકાર દ્વારા મે, 2025માં રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત રાજ્ય સરકારના ફિક્સ પેના કર્મચારીઓ ઉપરાંત, ઓલ ઇન્ડિયા સર્વિસિસ (AIS)ના અધિકારીઓ તથા પેન્શનરો અને રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો તેમજ તેમના આશ્રિત કુટુંબીજનોને પણ AB PMJAY-MA હેઠળ કેશલેસ તબીબી સારવારનો લાભ આપવામાં આવે છે. ગુજરાત કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના હેઠળ રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MA કાર્ડ આપવામાં આવે છે. G કેટેગરી અંતર્ગત કુલ 6.40 લાખ જેટલા લાભાર્થીઓ છે.

66 વર્ષીય ફારુકભાઈને હૃદયરોગની સારવાર માટે AB PMJAY–MA હેઠળ મળી 5,24,040ની આર્થિક સહાય*

અમદાવાદના નિવાસી 66 વર્ષીય ફારુકભાઈ ખિમાણી એક જનરલ સ્ટોર ચલાવે છે, જેમની આર્થિક સ્થિતિ ઘણી સામાન્ય છે. ફારુકભાઈને હૃદયમાં દુખાવો થતા યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. તેમનો ઇસીજી કરવામાં આવ્યો, જેનાથી કોરોનરી આર્ટરી ડીસીઝની જાણ થઈ. તેમને હૃદયની સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી, જેના માટે ઘણો ખર્ચ થાય એમ હતો. આ સમયે તેમની મદદે આવી પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા અમૃતમ યોજના (PMJAY–MA), જે હેઠળ તેમને રાજ્ય સરકાર દ્વારા 5,24,040ની આર્થિક સહાય આપવામાં આવી. મે, 2025માં PMJAY-MA હેઠળની સહાયથી ફારુખભાઈની કોરોનરી એન્જિયોગ્રાફી અને ત્યારબાદ કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ (CABG) ની સર્જરી કરવામાં આવી. ત્યારબાદ, તાજેતરમાં, એટલે કે ડિસેમ્બર, 2025માં જ તેમને શ્વાસની તકલીફ થતા યુએન મહેતા હોસ્પિટલમાં ફરીથી દાખલ કરવામાં આવ્યા અને ત્યાં સફળતાપૂર્વક તેમની CRT-P ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવી છે. હાલ તેઓની તબિયત ઘણી સારી છે અને રાહત અનુભવે છે. ફારૂકભાઈ જણાવે છે કે, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના તેમને અને તેમના જેવા દર્દીઓને ખૂબ મદદરૂપ થઈ રહી છે. રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ માટે સરકારે આ યોજના લાગુ કરી તે માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો ખૂબ આભાર!

આ પણ વાંચો—-   Gandhinagar : મિલકત સંબંધિત ગુનાના આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 13નો પ્રથમ વખત ઉપયોગ થશે, આજીવન કેદની જોગવાઈ

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
રાજકોટ

 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન

Editor By Editor 4 days ago
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?