- દહેગામમાં 8માંથી 7ને હોસ્પિટલમાંથી રજા અપાઈ
- પાણીના સેમ્પલ ફેલ જતા ટેન્કરથી અપાયું પાણી
- આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરાઈ તપાસ
ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારો છેલ્લા કેટલાય સમયથી રોગચાળાનો ભોગ બનેલા જણાઈ રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ સહિત 4 વિસ્તારોને ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે દહેગામ સહિત તાલુકાઓમાં સરકારી PHC અને CHCમાં કોલેરાના કેસ સતત વધી રહ્યા છે. તો, દહેગામમાં પાણીના સેમ્પલ પણ ફેલ ગયા છે જેને કારણે લોકોને ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, દહેગામમાં પાણીના સેમ્પલ ફેલ ગયા બાદ પાણીની પાઇપલાઇન બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો, પેથાપુરમાં પણ પાણીના બે સેમ્પલ ફેલ ગયા છે. અહી પેથાપુરમાં લોકોને કેરબા દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. તો, જાણવા મળી રહ્યું છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર એવા પેથાપુરમાં કોલેરાના 4 કેસો નોધાયા હતા. તો દહેગામમાં 8 લોકોને કોલેરા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી 7 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
તો, આરોગ્ય વિભાગની 25 ટીમો દ્વારા સમગ્ર પેથાપુરમા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને નમૂના એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જેમાંથી 2 સેમ્પલ ફેલ ગયા છે. પાણીના નમૂના ફેલ જતાં આ વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે તેમજ નાગરિકોને કેરબાથી પાણી આપવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં તમામ લોકોનુ સર્વેલન્સ કરવા માટે ટીમ તૈનાત કરવામાં આવી છે.


