- 49 PIના બદલીના હુકમ કરવામાં આવ્યા
- ત્રણેય અધિકારીઓ સામે ACBના કેસો ચાલતા હતા
- DGP વિકાસ સહાયે કર્યા આદેશ
ગુજરાતમાં ફરજ બજાવતા પોલીસ વિભાગમાં ટૂંક સમયમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. રાજ્યમાં 55 PSIને PIના પ્રમોશન મળ્યા છે. તેમજ 49 PIના બદલીના હુકમ કરવામાં આવ્યા છે. DGP વિકાસ સહાયે બદલી કરવામાં આવેલ તમામ PIને તાત્કાલિક બદલી કરાયેલ પોલીસ મથકમાં હાજર થવા આદેશ કર્યો છે. આ સાથે જ DGP વિકાસ સહાયે એક સાથે ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ કર્યો છે.
3 PIને ફરજિયાત નિવૃત્તિનો કરાયો આદેશ
રાજ્યમાં એકસાથે 3 PIને ફરજિયાત નિવૃત્તિના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતના DGP વિકાસ સહાય દ્વારા ત્રણેય PIને ફરજિયાત નિવૃતિનો આદેશ આપવામાં આવ્યો છે. હથિયારી PI એફ. એમ. કુરેશીને ફરજિયાત નિવૃત કરાયા છે. તેમજ ડી. ડી. ચાવડા અને આર. આર. બંસલને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે.
એકસાથે 3 PI ને ફરજિયાત નિવૃત્તિના આદેશ
આ ત્રણેય અધિકારીઓ સામે ACBના કેસો ચાલતા હતા. ગુજરાતના DGP દ્વારા નિવૃતિના આદેશ આપવામાં આવેલ ત્રણેય PIની અન્ય કેટલીક ગેરરીતિ પણ સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે.
ત્રણેય PI સામે અન્ય કેટલીક ગેરરીતિ સામે આવી હતી
PI એફ. એમ. કુરેશીએ અમદાવાદના એક શખ્સને રખડતા ઢોરના મામલે કેસ કરવાની ધમકી આપી હતી. તેની પાસેથી 20 હજાર રૂપિયાની માંગણી કરતા અંતે 10 હજારમાં મામલો સેટ કર્યો હતો. આ અંગે શખ્સે ACBને જાણ કરતા એસીબીએ પીઆઈને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તેમજ જૂનાગઢ ACBના PI ડી. ડી. ચાવડાને અમદાવાદ ACBએ 18 લાખની લાંચ લેતા પકડ્યા છે. ગૌશાળાની અરજી મામલે લાંચનો કેસ સામે આવ્યો છે.


