By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gandhinagar News: રિદ્ધિબહેને કલમકારીને આધુનિક જીવનશૈલી સાથે જોડીને સ્વદેશી વસ્તુઓને આપ્યું પ્રોત્સાહન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gandhinagar News: રિદ્ધિબહેને કલમકારીને આધુનિક જીવનશૈલી સાથે જોડીને સ્વદેશી વસ્તુઓને આપ્યું પ્રોત્સાહન

AgraGujarat Rajkot
Last updated: 2025/11/26 at 10:33 PM
4 months ago
Share
Gandhinagar News: રિદ્ધિબહેને કલમકારીને આધુનિક જીવનશૈલી સાથે જોડીને સ્વદેશી વસ્તુઓને આપ્યું પ્રોત્સાહન
SHARE

Contents
રિદ્ધિ ચાવડાના પ્રયાસને ગરવી ગુર્જરીનો સથવારો ગરવી ગુર્જરીએ મારી કલમકારીને નવી દિશા આપી: રિદ્ધિ ચાવડા સ્વદેશી અભિયાનથી આત્મનિર્ભરતા તરફ મક્કમતાથી આગળ વધતું ગુજરાત

વડાપ્રધાન મોદીના ‘હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનને ગુજરાત રાજ્ય મજબૂત સમર્થન પૂરું પાડી રહ્યું છે.હસ્તકલા ક્ષેત્રે કારીગરોને પ્રોત્સાહન આપીને રાજ્યએ સ્વદેશી અભિયાનને નવી દિશા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણ સાથે સ્વદેશી કારીગરી અને પરંપરાગત હસ્તકલાને આધુનિક બજારમાં નવી ઓળખ આપી રહી છે.આ પ્રયાસમાં ગુજરાત સરકારની સંસ્થા ગરવી ગુર્જરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

રિદ્ધિ ચાવડાના પ્રયાસને ગરવી ગુર્જરીનો સથવારો

વર્ષ 2019માં જ્યારે રિદ્ધિબહેને પહેલી વખત હાથમાં પેઇન્ટ બ્રશ ઉપાડ્યું ત્યારે તેમણે એવું વિચાર્યું પણ નહીં હોય કે તેમની પરંપરાગત કળાને નવી ઓળખ મળશે અને તે અન્ય લોકો માટે રોજગારીની તકો પણ લઈને આવશે. રિદ્ધિબહેન સુંદર કલમકારી કરીને ભારતીય લોક પરંપરાથી પ્રેરિત સુંદર ચિત્રો બનાવે છે. શરૂઆતના વર્ષોમાં તેમણે ઉત્કૃષ્ટ કારીગરી કરીને હેન્ડ-પેઇન્ટેડ કલમકારી સાડી, દુપટ્ટા અને કુશન બનાવ્યા હતા, જે પૌરાણિક કથાઓ, પ્રકૃતિ અને વિવિધ ભાવને પ્રતિબિંબિત કરતા હતા. રિદ્ધિબહેને જણાવ્યું કે, “કલમકારી એ સુંદર કામ છે, પણ તે સમય માગી લે તેવી કળા છે અને ખર્ચાળ પણ છે. હું કલમકારીને લોકો માટે સુલભ બનાવવા માગતી હતી અને આ દરમ્યાન મારો પરિચય ગરવી ગુર્જરી સાથે થયો અને ત્યાંથી મારી કળાની નવી સફર શરૂ થઈ.

ગરવી ગુર્જરીએ મારી કલમકારીને નવી દિશા આપી: રિદ્ધિ ચાવડા

રિદ્ધિબહેને જ્યારે કસ્ટમાઇઝ્ડ ઓર્ડર લેવાનું શરૂ કર્યું એ દરમ્યાન તેમનો પરિચય ગરવી ગુર્જરી સાથે થયો, જે પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન આપવા માટે જાણીતું મંચ છે. રિદ્ધિબહેને ગરવી ગુર્જરીના સહયોગ અને માર્ગદર્શન થકી પરંપરાગત કલમકારી કળાને રોજિંદા ઉપયોગી પ્રોડક્ટ્સમાં રૂપાંતરિત કરીને સ્વદેશી કળાને ઘરે-ઘરે પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તેમણે પરંપરાગત કાપડ સુધી મર્યાદિત ન રહેતાં આધુનિક હોમ ડેકોર અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર પણ રંગો ઉતાર્યા. તેમણે ગરવી ગુર્જરીના સહકારથી તૈયાર કરેલી કેન્ડલ, ટ્રે, કોસ્ટર જેવી હોમ એક્સેસરીઝ અને અન્ય સુશોભનની વસ્તુઓ લોકપ્રિય બની છે. રિદ્ધિબહેનનો આ પ્રયાસ વડાપ્રધાનશ્રીના ‘હર ઘર સ્વદેશી’ અભિયાનના હેતુ સાથે સુસંગત છે, જે ઘરે-ઘરે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂકે છે.

20થી વધુ મહિલાઓને રોજગારીની તક પૂરી પાડી

ગરવી ગુર્જરી મારફતે મુખ્યમંત્રીના કાર્યાલય (CMO) માટે દિવાળી ગિફ્ટ ઓર્ડર મળ્યા બાદ રિદ્ધિ ચાવડાએ પોતાના વર્કશોપમાં 20થી વધુ મહિલાઓને રોજગારીની તક પૂરી પાડીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિદ્ધિબહેને જણાવ્યું કે, ગુજરાત સરકારની ગરવી ગુર્જરી સંસ્થાના સહયોગથી અમને વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવાની તક મળી છે. અમારું ધ્યેય આ હસ્તકળાના માધ્યમથી મહિલાઓને સશક્ત બનાવવાનો અને સર્જનાત્મકતાને વિસ્તૃત કરવાનો છે.

સ્વદેશી અભિયાનથી આત્મનિર્ભરતા તરફ મક્કમતાથી આગળ વધતું ગુજરાત

રાજ્યની હસ્તકલા અને હાથશાળની સમગ્ર દેશ અને વિશ્વમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે કાર્યરત ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ ગુજરાતના આ પરંપરાગત વારસાના વેલાને સતત સિંચી રહ્યું છે. ગરવી ગુર્જરી એમ્પોરિયમ થકી રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. ‘ગરવી-ગુર્જરી’ હાથશાળ-હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરતા અંતરિયાળ ગામોના હજારો કારીગરોના કલા-કસબ તથા પરિશ્રમને લોકો સુધી પહોંચાડે છે અને તેમના ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવાના સતત પ્રયત્નો કરે છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
રાજકોટ

રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી

Editor By Editor 3 days ago
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?