- રતનકવર ગઢવીચારણની સાબરકાંઠામાં બદલી
- શ્વેતા તેવોટીયાની ડાયરેક્ટર GUVNlમાં બદલી
- સુજીતકુમાર ગુલાટી બન્યા ભાવનગર મનપા કમિશનર
રાજ્યમાં વહીવટી સેવામાં ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 10 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તાજેતરમાં જ વહીવટી વિભાગ દ્વારા IAS અને IPS ની બદલી કરવામાં આવી હતી.
- નૈમેશ દવેની વલસાડ કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
- ડૉ. રતનકવર ગઢવીચારણની સાબરકાંઠામાં નિમણૂક કરવામાં આવી છે.
- શ્વેતા તેવટિયાની ડાયરેક્ટર GUVNlમાં બદલી કરવામાં આવી છે.
- સુજીતકુમાર ગુલાટીને ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
- કે.ડી.લાખાણીની લેબર ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
- એસ. કે. મોદીની નર્મદા કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
- એસ.ડી.ધાનાણીની પોરબંદર કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
- એન વી ઉપાધ્યાયની રજિસ્ટ્રાર સહકાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
- લલિત નારાયણ સિંઘ સાંડુની રાજ્ય પ્રોજેક્ટ ડાયેક્ટર, સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમજ હેન્ડલુમ કોર્પોરેશનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
- બી જે પટેલની ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.



