ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં 100 કલાક સુધી ચાલેલી વિશેષ ચેકિંગ ડ્રાઇવમાં છેલ્લા 30 વર્ષ દરમિયાન રાષ્ટ્રવિરોધી અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની વિશાળ પ્રમાણમાં તપાસ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું મુજબ, આ મહાઅભિયાનમાં કુલ 31,840 આરોપીઓનું વેરીફિકેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
ગંભીર કાયદાઓ હેઠળ નોંધાયેલા આરોપીઓનું સઘન ચેકિંગ
આ ડ્રાઇવ અંતર્ગત ગંભીર અને સંવેદનશીલ કાયદાઓ હેઠળ ચાર્જ થયેલા આરોપીઓની વિગતો ચકાસવામાં આવી હતી જેમાં યુએપીએ, ટાડા, એનડીપીએસ એક્ટ, બનાવટી ચલણી નોટોના કેસ સહિતના ગંભીર ગુનાનો સમાવેશ થાય છે.
પોલીસે છેલ્લા 30 વર્ષના ડેટાબેઝમાંથી આ આરોપીઓના રેકોર્ડ તપાસ્યા
પોલીસે છેલ્લા 30 વર્ષના ડેટાબેઝમાંથી આ આરોપીઓના રેકોર્ડ તપાસ્યા હતા. તેમની હાલની પ્રવૃત્તિઓ, રોજગાર, સરનામાં, વિદેશ પ્રવાસ, સંગઠન સાથેની સંકળાયેલ માહિતી અને સોશ્યલ બેકગ્રાઉન્ડ સહિતની તમામ વિગતોનું વેરીફિકેશન કરવામાં આવ્યું હતપં
સરનામાં બદલી ચૂકેલા આરોપીઓનો ખુલાસો
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 3,744 આરોપીઓએ પોતાના સરનામાં બદલી નાખ્યા છે. પોલીસે જણાવ્યું છે કે આ તમામ નવા સરનામાઓ આધારિત પણ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજ્ય બહારના આરોપીઓ પર પણ કડક નજર
આ વિશેષ ડ્રાઇવમાં જાણવા મળ્યું કે 4,506 આરોપીઓ હાલમાં ગુજરાત રાજ્ય બહાર રહે છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય મુજબ, બીજા તબક્કામાં રાજ્ય બહારના આ તમામ આરોપીઓનું પણ ચેકિંગ કરાશે. તેમને લગતા ડોઝિયર તૈયાર કરવા માટે ખાસ SOP તૈયાર કરાઈ છે, અને તેનો અમલ સઘન રીતે કરવામાં આવશે.
રાષ્ટ્રવિરોધી તત્વો પર સતત નજર
આ વિશાળ ડ્રાઇવ દ્વારા ગુજરાત પોલીસે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં રાષ્ટ્રવિરોધી, નશીલા પદાર્થો, હથિયારો અને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા કોઈપણ તત્વો પર સતત બાજનજર રખાશે અને આ ચેકિંગથી આવતા દિવસોમાં સુરક્ષા તંત્રને વધુ મજબૂત બનાવવા મદદ મળશે.
બોંબ બ્લાસ્ટ બાદ જે ચેકીંગ કરાયું તે કામ પૂર્ણ થયું
ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોને પકડ્યા અને હથિયાર દારુગોળો કબજે કર્યો હતો અને પછી દિલ્હી બ્લાસ્ટની ઘટના બની હતી અને ત્યાર પછી દરેક પોલીસ સ્ટેશનને સુચના અપાઇ હતી કે 30 વર્ષમાં જે પણ રાષ્ટ્ર વિરોધી સામે ગુના દાખલ કરી અટક કરાયા છે તેમનો ડેટાબેઝ બનાવી તેમનું ચેકીંગ કરી ડીઝીયર બનાવો. 17મીએ ફરીથી દરેક પોલીસ સ્ટેશનને સુચના આપી કે જે બાકી હોય તે કામ 100 કલાકમાં કામ પુરુ કરો. ચેકીંગમાં રાષ્ટ્ર વિરોધી તત્વો સામે જે ગુના દાખલ થયેલા જેમકે બનાવટી ચલણી , કેફી દ્રષ્યો હતઇયારના કેસ ડાટા પોટા સહિતના ગુનેગારોનું ચેકીગ કરાયું અને કુલ 31840 શખ્સોની ઓળખ કરાઇ જેમની વિરોધમાં આવા ગંભીર ગુનામાં સામેલ હતા. આ આરોપીઓનું ચેકીંગ સ્થાનિક પોલીસે કર્યું અને સ્થાનિક પોલીસના માધ્યમથી ચેક કરાયું. ચેકીંગમાં 11880 શખ્સો હાજર મળ્યા એટલે કે 37 ટકા ડેટાબેઝ મુજબ હાજર મળ્યા તેમની પૂછપરછ કરી હાલની પ્રવૃત્તી શું છે તેની તપાસ કરાઇ તો 12 ટકા આરોપી એટલે કે 3744 આરોપીનું સરનામું બદલાયું છે તેમનું ચેકીંગ થઇ રહ્યું છે. એમાંથી 2326 આજે હયાત નથી. બોંબ બ્લાસ્ટ બાદ જે ચેકીંગમાં કરાયું તે કામ પૂર્ણ થયું છે અને તે અસરકારક પરિણામલક્ષી કામગિરી થઇ છે. આવતા દિવસોમાં ચેકીંગમાં જે આરોપી સામે ગુના દાખલ થયેલા છે અને રાજ્ય બહારના છે જે 14 ટકા છે તેમનું ચેકીંગ કરાશે
આ પણ વાંચો—- Surendranagar News: ચોરી પહેલા પહોંચી પોલીસ, ચોટીલામાંથી એટીએમ તોડે તે પહેલા જ ટોળકીને દબોચી


