- અક્ષરધામ ઝળહળી ઉઠ્યું
- 10 હજાર દીવડાઓના પ્રકાશથી રોશન થયું અક્ષરધામ
- સતત 31 વર્ષથી ચાલુ છે પરંપરા
ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં દિવાળીની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં 10,000 દીવા દ્વારા સમગ્ર મંદિર પરિસરનો શણગાર કરવામાં આવ્યો છે. અક્ષરધામ મંદિરના પરિસરમાં દિવાળીની વિશેષ ઉજવણી સંદર્ભે કુલ 10,000 દીવાનો શણગાર કરવામાં આવ્યો છે. આ પરંપરાને આ દિવાળીમાં 32મુ વર્ષ થયું છે.
1992માં સ્થપાયેલા આ મંદિરમાં 31 વર્ષથી સતત દર દિવાળીએ 10,000 દીવા પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત મંદિરના મેઈન ગાર્ડનને ગ્લો ગાર્ડનની થીમ પર ડેકોરેટ કરવામાં આવ્યું છે. દિવાળીના પર્વ નિમિતે ગાંધીનગરમાં આવેલા અક્ષરધામને દીવડાઓથી શુષોભિત કરવામાં આવ્યુ છે. અંધકારમાં ઉજાસ લાવતા આ પર્વમાં BAPS સંસ્થાનું અક્ષરધામ 10,000 દિવડાંઓથી ઝગમગી ઉઠ્યું હતું. આ સાથે અક્ષરધામ પરિસરમાં ગ્લો ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યુ છે. રાત્રિ પ્રકાશમાં દિવડાં અને ગ્લો ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સતત 31 વર્ષથી અક્ષરધામ સંસ્થા પરંપરાગત શૈલીમાં સમાજ સક્ષમ દીપોત્સવીનો તહેવાર અને ધર્મની વાત રજુ કરે છે. ત્યારે આજે પણ સંસ્થા દ્વારા હજારો દિવડા પ્રગટાવી મંદિરને શુષોભિત કરવામાં આવ્યું હતું.

અક્ષરધામ મંદિર દિવાળીના દિવસથી 8 દિવસ સુધી 10 હજાર દિવડા ઝગમગશે. દિવડાની રોશનીનો અદભૂત નજારો 19 મી નવેંબર સુધી નિહાળી શકાશે. દિવાળીના તહેવારોમાં અક્ષરધામ પ્રતિ વર્ષે હજ્જારો દિવડાથી શણગારવામાં આવે છે. આ સમય દરમિયાન ઝગમગતા અક્ષરધામને નિહાળવાનો અનેરો લ્હાવો મળશે. અહીં મંદિરની મુલાકાતે આવેલા ભક્તો પણ આ રોશની અને દીવડાં જોઈને ખુશ થઈ ગયા હતા. મંદિરે મોટુ આકર્ષણ જમાવ્યું હતું. આ રોશનીથી અંજાઈને અહીં આવેલા પર્યટકો અને ભક્તોએ પોતાની સેલ્ફી પણ લીધી હતી. ભક્તો પણ આ રોશની અને દીવડાં જોઈને ખુશ થઈ ગયા હતા. મંદિરે મોટુ આકર્ષણ જમાવ્યું હતું. આ રોશનીથી અંજાઈને અહીં આવેલા પર્યટકો અને ભક્તોએ પોતાની સેલ્ફી પણ લીધી હતી.

આ વર્ષે પણ ગાંધીનગરના અક્ષરધામ મંદિરે પોતાની 31 વર્ષથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી છે. જે અનુસાર આ વખતની દિવાળીમાં સમગ્ર મંદિર પરિસરમાં કુલ 10,000 દીવાઓને પ્રગટાવવામાં આવ્યા છે. આ દીવાઓની રોશનીમાં સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું છે. સમગ્ર વાતાવરણ પ્રકાશમય બની ગયું છે. આ ઉપરાંત ભક્તો અને દર્શનાર્થીઓ માટે એક વિશેષ આકર્ષણ પણ ઉમેરવામાં આવ્યું છે. જેમાં અક્ષરધામ મંદિરના મેઈન ગાર્ડનને ગ્લો ગાર્ડનની થીમ પર લાઈટ્સથી ડેકોરેટ કરવામાં આવ્યું છે. આ નયનરમ્ય નજારો અદભુદ છે.

ગ્લો ગાર્ડનની થીમ દર્શનાર્થીઓ અને મુલાકાતીઓને અત્યંત મોહક લાગી રહી છે. આ ઉપરાંત નજીકના દિવસોમાં પ્રભુ શ્રી સ્વામિનારાયણની 49 ફિટ ઊંચી પ્રતિમા પણ આ મંદિર પરિસરમાં સ્થાપવામાં આવશે. આ પ્રતિમાના દર્શન ઉપરાંત ભક્તો પૂજા અર્ચના પણ કરી શકશે. આ 49 ફિટ ઊંચી પ્રતિમા સમક્ષ મેડિટેશન કરી શકાય તેવી ખાસ વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવશે. સામાન્ય દિવસોમાં ગાંધીનગર અક્ષરધામ મંદિર સોમવારે બંધ રહેતું હોય છે. જો કે આ વખતે દિવાળીના દિવસોમાં સોમવાર આવતો હોવાથી મંદિર ખુલ્લું રહેશે જેથી દર્શનાર્થીઓ દર્શનનો લહાવો લઈ શકશે.


