- 10 દિવસમાં બાપ્પાને ચઢાવો ખાસ પ્રસાદ
- ફટાફટ બની જશે ચણાની દાળના મોદકનો પ્રસાદ
- બાપ્પા થશે ખુશ અને મળશે આર્શિવાદ
19 સપ્ટેમ્બરથી શરૂ થયેલો ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ઘર-ઘરમાં બુદ્ધિના દેવતા ગણપતિ વિરાજમાન થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે 10 દિવસના આ તહેવારને ભક્તો શ્રદ્ધા સાથે ઉજવી રહ્યા છે. આ સમયે જો તમે ગણેશજી માટે ઘરે જ ખાસ પ્રસાદ બનાવવા ઈચ્છો છો તો તમે આજે ચણાની દાળના મોદક ટ્રાય કરી શકો છો. આ પ્રસાદ વિઘ્નહર્તાને પસંદ આવશે અને સાથે જ ઝડપથી ઘરે તૈયાર થઈ જશે. તો જાણો સરળ સ્ટેપ્સની રેસિપિ.
સામગ્રી
- ચોખાનો લોટ
- મીઠું
- ચણાની દાળ
- નારિયેળનો બૂરો
- તલનું તેલ
- ગોળ
- ઘી
- એલચી પાવડર
જાણો મોદક બનાવવાની રીત
સૌ પહેલા તો પ્રેશર કૂકર લો અને તેમાં ચણાની દાળને બાફી લો. 4 સીટી લો. કૂકર ઠંડું થાય તો ખોલી લો. હવે એક પેન લો અને તેમાં ગોળ અને પાણી મિક્સ કરીને તેને ગેસ પર ઉકાળો. ગોળ ઓગળે તેની રાહ જુઓ. હવે ગેસ ધીમો કરી લો અને તેમાં નારિયેળનો ભૂકો અને ચણાની દાળને મિક્સ કરો. ધ્યાન રાખો કે તે ઘટ્ટ થઈ જાય. તેમાંથી પ્રસાદની સરસ સુગંધ આવશે. આ સમયે થોડું ઘી અને એલચી પાવડર મિક્સ કરો. જ્યારે તમામ ચીજો સારી રીતે મિક્સ થાય તો ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડું થવા દો. તેને લોટની જેમ ગૂંથી લો. આ પછી એક પેનમાં થોડું પાણી લો અને તેમાં એક ચપટી મીઠું અને 1 ચમચી તેલ લઈ ગેસ પર રાખો. પાણી ઉકળે તો તેમાં ચોખાનો લોટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેને ઠંડું થવા દો અને સરસ ગૂંથીને લોટ તૈયાર કરી લો. આ મિશ્રણમાંથી લૂઆ તૈયાર કરો અને તેને સામાન્ય વણી લો. આ પછી અંદર ચણાની દાળનું મિશ્રણ ભરો અને મોદકના શેપમાં તૈયાર કરો. તમારા સ્વાદિષ્ટ મોદક ભોગ માટે તૈયાર છે. તમે તેને બાપ્પાને અર્પણ કરો અને આર્શિવાદ મેળવો.