ગંગા એક્સપ્રેસવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ એક્સપ્રેસ મેરઠ અને પ્રયાગરાજ વચ્ચેના કુલ 12 જિલ્લાઓને જોડશે. મેરઠ અને પ્રયાગરાજ વચ્ચે બની રહેલા ગંગા એક્સપ્રેસ વેનું 98 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી માઘ મેળા દરમિયાન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન થઈ શકે છે. ગંગાએક્સપ્રેસ વેના ઉદ્ઘાઘાટન માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. 15 દિવસના સફળ ટ્રાયલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરી, મકરસંક્રાંતિના શુભ પ્રસંગે તેનું ઉદ્ઘાટન કરશે તેવી અપેક્ષા છે.


