- INLDના પ્રમુખ નફે સિંહ રાઠીની થઈ હતી હત્યા
- ગેંગસ્ટર કપિલ સાંગવાને લીધી હત્યાની જવાબદારી
- વિડીયો પોસ્ટ કરીને કહ્યું: “મે કરાવી છે હત્યા”
હરિયાણા ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના પ્રમુખ નફે સિંહ રાઠીની હત્યાની જવાબદારી લંડનમાં બેસેલા ગેંગસ્ટર કપિલ સાંગવાને લીધી છે. ગેંગસ્ટર કપિલ સાંગવાને આજે બુધવારે 28 ફેબ્રુઆરીના રોજ રાઠીની હત્યાની જવાબદારી લીધી છે. સાંગવાને કહ્યું કે “મેં જ નફે સિંહની હત્યા કરાવી છે.”
ગેંગસ્ટર કપિલ સાંગવાને સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું છે કે નફે સિંહની ગેંગસ્ટર મંજીત મહલ સાથે ગાઢ દોસ્તી હતી. સિંહ મંજીત મહલના ભાઈ સંજયની સાથે મળીને પ્રોપર્ટી પર ગેરકાયદે કબજો કરવાનું કામ કરતો હતો. એવામાં જે પણ મારા દુશ્મન સાથે હાથ મિલાવશે તેના આવા જ હાલ થશે.
શું કહ્યું ગેંગસ્ટર કપિલ સાંગવાને?
ગેંગસ્ટર કપિલ સાંગવાને દાવો કર્યો કે નફે સિંહ રાઠીએ મારા જીજા અને મારા મિત્રોની હત્યામાં મહલનો સાથ આપ્યો હતો. જો પોલીસ મારા જીજા અને મારા મિત્રોની હત્યા પર આટલી સક્રિય હોત તો મારે આ કરવાની જરૂર ન પડી હોત.


