- માઇનોર કેનાલ ઉપર ઠેર ઠેર નાના મોટા ગાબડાં
- ઝાડી ઝાંખરા ઊગી નીકળતા કેનાલની સાફ્-સફઈની તાતી જરૂરિયાત
- ખેડુતો ની રજૂઆતો છતાં તંત્ર ધોર નિંદ્રામાં પોઢી રહ્યું છે
ડેસર તાલુકાના જાંબુગોરલ પાસેની નર્મદાની માઇનોર કેનાલ નં- 1 માં ગાબડું પડતા હજારો ગેલન પાણી કોતરોમાં નકામુ વહીને વેડફટ થઈ રહ્યો છે ખેડુતો ની રજૂઆતો છતાં તંત્ર ધોર નિંદ્રામાં પોઢી રહ્યું છે.
ડેસર તાલુકામાં આવેલ મોટાભાગની નર્મદાની માઇનોર કેનાલોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ વર્ષોથી સતાવતી રહી છે ડેસર ઇંટવાડ માર્ગ પરની કેનાલમાં પણ છાસવારે ભંગાણ સર્જાય છે છાલીયેર વિસ્તારમાં ખેડૂતોને કેનાલ બની ત્યારથી આજદિન સુધી નર્મદાનું પાણી નથી મળ્યું આમ ડેસર તાલુકાનાં ખેડૂતો ખેતીના પાણી માટે ખૂબ જ આપદાઓ સહન કરી રહ્યા છે જાંબુગોરલ માઇનોર કેનાલના કૂવા પાસે મસ મોટી બે તિરાડ પડતા છેલ્લા કેટલાય દિવસથી હજારો ગેલન પાણીનો વેડફટ થઈ રહ્યો છે નકામું કોતરોમાં એમ જ પાણી વહી રહ્યું છે આજ માઇનોર કેનાલમાં આગળ પણ ઠેર ઠેર નાના મોટા ગાબડાં પહેલેથી જ પડેલા છે પરંતુ કેનાલના અધિકારીઓ ત્યાં જોવાની પણ તસ્દી લેતા નથી આસપાસ કેનાલોમાં ઝાડી ઝાખરા પણ ઉગી ગયા હોય ત્યાં સાફ્-સફઈની પણ તાતી જરૂરિયાત છે છતાં પણ યોગ્ય સમયે સાફ્-સફઈ કરાતી નથી બે દિવસ પહેલા છાલીયેર માઇનોર કેનાલમાં ગાબડું પડયું હતું પાણીનો નકામો વેડફટ થયો હતો ત્યારે જ્યારે ખેડૂતોને પાકમાં પાણીની જરૂરિયાત હોય તેવામાં સમયસર જો પાણી ન મળે તો ઉભો પાક સુકાઈ જાય છે ત્યારે આવા વારંવાર ગાબડાં પડવાથી પાણી નકામું વહી જાય છે અને ખેતરો સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી અને ખેડૂત બિચારો પાણી થી વંચિત રહી જાય છે આ બાબતે નર્મદા કેનાલના અધિકારીઓ ને ખેડૂતો વારંવાર રજૂઆતો કરતા હોય છે પરંતુ તેઓના પેટનું પાણી પણ હલતું નથી. નકકર કામગીરી કરવા પંથકના ખેડૂતોની માગ ઉઠી છે.


