- ગુજરાતમાં ગરબે રમતા થયા 3 લોકોના મોત
- ખેલૈયાઓ કરાવી રહ્યા છે ઈસીજી, ટીએમટી અને પીએફટી ટેસ્ટ
- વર્કઆઉટ સમયે વધી રહ્યા છે હાર્ટ એટેકથી મોતના કિસ્સા
દેશભરમાં નવરાત્રિની ધૂમ શરૂ થઈ છે. આ સમયે જ ખેલૈયાઓએ ગરબે ઘૂમવાની તૈયારીઓ શરૂ કરી છે. ગરબા અને ડાંડિયા રમવાની સાથે ખેલૈયાઓ પોતાની હેલ્થનું પણ ખાસ ધ્યાન રાખી રહ્યા છે. ગુજરાતમાં ગરબાનું ખાસ મહત્ત્વ જોવા મળી રહ્યું છે. બાર મહિનાના આ તહેવારમાં ખેલૈયાઓ મનમૂકીને મ્હાલે છે. તો સાથે જ દેશમાં અનેક જગ્યાઓએ ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે. પરંતુ હાલમાં જે રીતે ગરબે ઘૂમતા લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તરત જ તેમનું મોત થઈ રહ્યું છે તે જોતા ખેલૈયાઓ પોતાની હેલ્થને લઈને સતર્ક બન્યા છે અને આ જ કારણ છે કે હાલમાં હાર્ટ એટેકને લગતા કેટલાક ટેસ્ટનું પ્રમાણ વધી રહ્યું છે.
ગુજરાતમાં થયા 3 મોત
હાલમાં જ ગુજરાતમાં ગરબે રમતા રમતા 3 ખેલૈયાના મોત નીપજ્યા છે. જેના પછી ગુજરાતના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે ખેલૈયાઓ ગરબે રમવાની સાથે સાથે પોતાની હેલ્થની ચિંતા કરી રહ્યા છે અને પોતાનું હેલ્થ ચેકઅપ કરાવી રહ્યા છે.
કયા ટેસ્ટમાં જોવા મળ્યો વધારો
એક રિપોર્ટ અનુસાર અમદાવાદમાં 20-30 ટકા લોકો ઈસીજી, ટીએમટી અને પીએફટી ટેસ્ટ કરાવી રહ્યા છે.
હાર્ટનું રાખો ખાસ ધ્યાન
છેલ્લા કેટલાક સમયથી વર્કઆઉટના સમયે લોકોના મોત થવાનું સામે આવી રહ્યું છે અને આ પછી લોકો હાર્ટનું ધ્યાન રાખી રહ્યા છે.