- વાઈબ્રન્ટમાં રિસાઈક્લિંગ વેસ્ટ-વોટર & વેસ્ટ ટુ એનર્જી’ ઉપર સેમિનાર
- સર્ક્યુલર ઈકોનોમીનો હેતુ ભવિષ્યના નિર્માણનો : વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર
- આગામી વર્ષ 2028 સુધીમાં કચરાથી 100 મે.વો. વીજ ઉત્પાદન લક્ષ્યાંક નક્કી કરાયો
વાઈબ્રન્ટ સમિટના ત્રીજા દિવસે ‘ઓપોર્ચ્યુનિટીઝ થ્રૂ સર્કયુલર ઈકોનોમીઃ રિસાયક્લિંગ વેસ્ટ-વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી’ વિષય પર સેમિનાર યોજાયો હતો. કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રી કૌશલ કિશોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કચરો હવે બોજ નહિ પરંતુ તકોનો ખજાનો બનશે. ભારત જેવા ઝડપથી વિકસતા રાષ્ટ્ર માટે શહેરીકરણની સાથે ઉદ્વભવતા પ્રશ્નોનું સમાધાન ખૂબ જરૂરી છે. આજે દેશમાં ઉત્પન્ન થતાં કચરામાંથી બાયોગેસ, બાયો સીએનજી, હાઈબ્રિડ ફ્યુઅલ બનાવાઈ રહ્યા છે, ગુજરાતે વેસ્ટ ટુ એનર્જીમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા પોલિસી અમલી બનાવી, સર્ક્યુલર ઈકોનોમીની દિશામાં મહત્ત્વના પગલાં ભર્યા છે. આગામી વર્ષ 2028 સુધીમાં કચરાથી 100 મે.વો. વીજ ઉત્પાદન લક્ષ્યાંક નક્કી કરાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વેસ્ટને ફેંકી દેવાને બદલે તેનો સારી રીતે યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણાથી નવી ઈકોનોમીનું સર્જન થયું છે. ઈચ્છા શક્તિ હોય તો ટેકનોલોજીના મદદથી આપણે ઘણુ સારુ કામ કરી શકીએ છીએ. સુરત શહેરી સત્તા તંત્ર દ્વારા વેસ્ટ વોટર ટ્રીટ કરીને ઈન્ડસ્ટ્રીઝને આપીને તેમાંથી વર્ષે 140 કરોડ જેટલી આવક મેળવી છે, તે સરક્યુલર ઈકોનોમીનું ઉત્તમ ઉદાહરણ છે.
?અમદાવાદમાં બાયો સીએનજી, બાયો ફર્ટિલાઈઝરનો પ્લાન્ટ સ્થાપવા 200 કરોડના એમઓયુ?આણંદમાં કચરામાંથી બાયોગેસ બનાવવા 210 કરોડના એમઓયુ? વડોદરામાં 125 કરોડના ખર્ચે બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ ?સુરતમાં ગંદા પાણીને રિસાયકલ કરીને ઈન્ડસ્ટ્રીઝને આપવા 230 કરોડ અને 120 કરોડના એમઓયુ? સુરતમાં ગ્રીન ફંડ ઈન્સ્યોરન્સના ભંડોળ એકત્રીકરણ માટે 100 કરોડના એમઓયુ
સર્ક્યુલર ઈકોનોમીનો હેતુ ભવિષ્યના નિર્માણનો : વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર
વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર ઓગસ્તો ટેનો કોમોએ કહ્યું હતું કે, પૃથ્વી પરથી કોઈ ચીજવસ્તુનો નાશ કરી શકાતો નથી, ફક્ત તેને રિસાયકલ-રિયુઝ-રિસ્ટોર કરી શકાય છે. સર્ક્યુલર ઈકોનોમીનો ઉદ્દેશ્ય પૃથ્વી પર ઉત્પન્ન થતા કચરાને રિસાયકલ કરીને, તેનો પુનઃ ઉપયોગ કરવાનો તથા માનવજાત માટે ટકાઉ ભવિષ્યના નિર્માણનો છે. વિકાસશીલ દેશો કચરાના નિકાલ પાછળનો તેનો ખર્ચ ઘટાડીને વિકાસકાર્યો પાછળ ખર્ચ કરશે તો માનવજાતનો સર્વાંગી વિકાસ થશે અને ધરતી પરની ગરીબી ઘટાડી શકાશે.


