- દેવધા ડેમના હાલ 20 દરવાજા ખોલવામાં આવશે
- વરસાદની પેટર્ન જોયા બાદ અન્ય 20 દરવાજા ખોલાશે
- અંબિકા નદીના કિનારાના 20થી વધુ ગામને એલર્ટ રહેવા સૂચના
નવસારીના ગણદેવીમાં દેવધા ડેમના દરવાજા ખોલાયા છે. જેમાં દેવધા ડેમના હાલ 20 દરવાજા ખોલવામાં આવશે. તેમાં વરસાદની પેટર્ન જોયા બાદ અન્ય 20 દરવાજા ખોલાશે. અંબિકા નદીના કિનારાના 20થી વધુ ગામને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. જેમાં ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે.
દેવધા ડેમના દરવાજા ખોલવાની પ્રક્રિયા હાલ ચાલુ છે
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં દેવધા ડેમના દરવાજા ખોલવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. તેમાં અંબિકા નદી પર બનાવવામાં આવેલ દેવધા ડેમનાં હાલ 20 દરવાજા ખોલવામાં આવશે . જેમાં વરસાદની પેટર્ન જોયા બાદ આગામી સમયમાં અન્ય 20 દરવાજા ખોલવાની કામગીરી હાથ ધરાશે. અંબિકા નદીના કિનારે આવેલા 19થી વધુ ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જેમાં ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના જળ સ્તરમાં વધારો થયો છે.
વરસાદના આગમનથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થયો હતો. સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પીપલોદ, ઉમરા, અઠવાગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદની શરૂઆત થતા લોકોને ગરમમાંથી રાહત મળી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શરૂઆત થઇ હતી. વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમનથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.


