- અમૃતકાળના સંકલ્પને પૂર્ણ કરવાનો અવસર છે
- ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પસંદગીનું સ્થળ ગુજરાત
- PM મોદીએ દેશને નવી દિશા આપી છે
વાયબ્રન્ટ ગુજરાત સમિટનો સમાપન સમારોહ યોજાઇ રહ્યો છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું છે. ત્યારે અમિત શાહે જણાવ્યું છે કે અમૃતકાળના સંકલ્પને પૂર્ણ કરવાનો અવસર છે. ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પસંદગીનું સ્થળ ગુજરાત છે. PM મોદીએ દેશને નવી દિશા આપી છે.
વાયબ્રન્ટ સમિટથી ગુજરાતમાં રોકાણ વધ્યુ છે
વાયબ્રન્ટ સમિટથી ગુજરાતમાં રોકાણ વધ્યુ છે. જેમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. અન્ય રાજ્યોએ પણ વાયબ્રન્ટ સમિટને આવકાર્યું છે. MSMEને નવી ગતિ મળી છે. CMના નેતૃત્વમાં સુંદર સમિટનું આયોજન થયું છે. સ્વામી વિવેકાનંદે યુવાઓમાં આત્મવિશ્વાસ ભર્યો છે. વિકસીત ભારતનો ગેટવે ગુજરાતથી જાય છે. હું એ સૌભાગ્ય શાળી લોકોમાં છુ જે પ્રથમ વાયબ્રન્ટ અને 10 મી વાયબ્રન્ટમાં હાજર છુ. પીએમ મોદીએ વાયબ્રન્ટ સમિટ મંત્રી મંડળ સમક્ષ મુકી હતી. પહેલા પણ મેં જોયું છે અને અત્યારે પણ ખૂબ મોટુ અંતર છે. વિશ્વમાં ભારત સૌથી સારૂ ઈન્વેસ્ટમેન્ટ ડેસિટિનેશન જ્યારે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન છે.
વિકસિત ભારતનો રસ્તો ગુજરાતથી પસાર થઈ રહ્યો છે
એક દશકમાં મોટુ પરિવર્તન દેશમાં જોવા મળ્યું છે. અર્થવ્યવસ્થા 11માં નંબરથી 5માં નંબર પર આવી છે. ફરી પીએમ બન્યા બાદ અર્થવ્યવસ્થા ૩ નંબર પર આવી જશે. ભારત વિશ્વમાં વિશ્વમિત્ર બન્યું છે. ઈનોવેશનને ધરતી પર ઉતારવાનું કામ કર્યુ છે. ગુજરાત આગળનું જોઈને આગળ વધી રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાતની દિલ્લીમાં પ્રશંસા થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અભિનંદન છે. વિકસિત ભારતનો રસ્તો ગુજરાતથી પસાર થઈ રહ્યો છે. ગિફ્ટ સિટીની કલ્પના વાસ્તવિકતા બની ધરતી પર ઉતરી છે.
સાયલન્ટ પીએમથી વિઝનરી પીએમની યાત્રા સફળતાની નિશાની
સાયલન્ટ પીએમથી વિઝનરી પીએમની યાત્રા સફળતાની નિશાની છે. પહેલા એવુ કહેવાતું કે ગવર્મેન્ટ પેરાલિસિસ થઈ છે. પણ આજે કેટલી બધી પોલીસી બનાવી નાખી છે. હેલ્થ સેસ્ટર એજ્યુકેશન સેક્ટર માં ભારત આગળ વધશે. નવી શિક્ષા નીતિથી ભારત વિશ્વમાં શિક્ષાનું કેન્દ્ર બનશે. ભારતનું સ્પેસ સેક્ટર 9 બિલિયન ડોલરથી 40 બિલિય ડોલર 2024 સુધી બની જશે. 2003માં ગાંધીજીની ભૂમિ પર જે શરૂઆત પીએમ મોદીએ કરી હતી તેના કારણે ઈકોનોમી 5 માં નંબરે પહોંચી છે.
નોર્થમાં જો આપે રોકાણ કરવું હોય તો જમ્મુ કાશ્મીરમાં કરો
ગુજરાતીઓ વેપાર માટે જાણીતા છે. પણ આજે ગુજરાતના મંચ પરથી મનોજ સિન્હા જમ્મુ કાશ્મીર માટે રોકાણ લઈ ગયા છે. ગુજરાતીઓને મારી અપીલ છે કે નોર્થમાં જો આપે રોકાણ કરવું હોય તો જમ્મુ કાશ્મીરમાં કરો. બાયોફિયોલ કૃષિ પ્રધાન દેશ માટે આશીર્વાદ સમાન છે. આપડે ગ્રીન એનર્જી ઉત્પાદન કરી શકીએ તે પ્રકારની આપડા દેશની આબોહવા છે. 9 બિલિયન ડોલર સ્પેસ સેક્ટરનું મૂલ્ય છે જે 2040 સુધીમાં 40 મિલિયન ડોલર પહોંચવાનો અંદાજ છે. 2047 પહેલા જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનો છે. ભારત દુનિયાનું ત્રીજા નંબરનું અર્થ તંત્ર બનશે તેનો અમને વિશ્વાસ છે.


