- ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાઈ પરીક્ષા
- વિવિધ 21 કેડરની ભરતી માટે પ્રાથમિક પરીક્ષા પૂર્ણ
- 3.40 લાખ ઉમેદવારોએ પૂર્ણ કરી પ્રાથમિક પરીક્ષા
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી જૂનિયર-સિનિયર અને હેડ કલાર્કની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે. વિવિધ 21 કેડરની ભરતી માટે પ્રાથમિક પરીક્ષા પૂર્ણ ગઇ છે. વિવિધ 21 કેડરની ભરતી માટે યોજાઇ હતી પરીક્ષા. 3.40 લાખ ઉમેદવારોએ પૂર્ણ કરી પ્રાથમિક પરીક્ષા. રાજ્યમાં 5554 ઉમેદવારો માટે થઈ રહી છે ભરતી પરીક્ષા. 1 એપ્રિલથી પ્રાથમિક કસોટી લેવાની શરુ થઈ હતી. 30 જૂન આસપાસ પ્રાથમિક કસોટીનું પરીણામ જાહેર થશે
આ છે પરીક્ષાના નિયમો
બે તબક્કામાં પરીક્ષાનુ આયોજન થાય છે. પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષાનો અને દ્વિતીય તબક્કો મુખ્ય પરીક્ષાનો રહેશે. પ્રાથમિક પરીક્ષા એલિમિનેશન પ્રકારની પરીક્ષા રહેશે અને પ્રિલિમિનરી પરીક્ષાના ગુણના આધારે જાહેરાત મુજબની જગ્યાઓના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે. જે તે સંવર્ગ અને કચેરીની પસંદગી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણને ધ્યાનમાં રાખતા મેરીટ કમ પ્રેફરન્સના આધારે થશે.
મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની રહેશે
પરીક્ષા પદ્ધતિને અનુલક્ષીને ક્લાર્ક સંવર્ગને મુખ્ય બે જૂથમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રુપ–એમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સચિવાલય સંવર્ગના ઓફિસ આસીસ્ટન્ટ અને જિલ્લા કલેક્ટરની કચેરી ખાતેના જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે. ગ્રુપ-બીમાં જિલ્લા કલેક્ટરશ્રી કચેરી સિવાયના ખાતાના વડાની કચેરીના જુનિયર કારકૂનનો સમાવેશ થાય છે.
ઉમેદવાર ગ્રુપ-એ અથવા ગ્રુપ-બી અથવા બંને ગ્રુપ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.
તમામ ઉમેદવારોએ પરીક્ષા ફોર્મની સાથે સરકારે નિયત કરેલી ફી ભરવાની રહેશે અને જે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે તેને તેની ભરેલી ફી પરત કરવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા 100 હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી 100 ગુણની અને એક કલાકની રહેશે. ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલાયદુ મેરીટ બનશે અને પ્રત્યેક ગ્રુપમાં રહેલ સંવર્ગોની કુલ જગ્યાના આશરે 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે.
ગ્રુપ એ માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની રહેશે
ગ્રુપ એ માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની રહેશે જેમાં ત્રણ પ્રશ્નપત્રોનો સમાવેશ થશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પ્રશ્નપત્ર ત્રણ કલાકનું અને 100 ગુણનું રહેશે, જ્યારે સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર 150 ગુણનું અને ત્રણ કલાકનું રહેશે. આમ, કુલ 350 ગુણની પરીક્ષા રહેશે. ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા 200 હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી 200 ગુણની અને બે કલાકની રહેશે.
મેરીટ આધારિત લાયક ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ થશે
પ્રત્યેક ગ્રુપમાં રહેલ સંવર્ગોની કુલ જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારોને મેરીટ મુજબ પ્રમાણપત્ર ચકાસણી માટે માટે પસંદ કરવામાં આવશે ત્યારબાદ મેરીટ આધારિત લાયક ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ થશે.


