- પ્રી-વેડિંગ ફંકશનના બીજા દિવસે પહોચ્યાં ગૌતમ અદાણી
- કૃષ્ણભજન સાથે સ્વાગત કરાયું
- પ્રી-વેડિંગ ફંકશનમાં મોટા ઉધોગપતિઓની હાજરી
ગૌતમ અદાણી એક મોટા ઉધોગપતિ છે,જેઓ અદાણી કંપનીના સ્થાપક છે,મહત્વનું છે કે,જામનગરમાં અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંકશનમાં અત્યાર સુધી મોટા મહાનુભાવની હાજરી રહી છે,તો ઘણા મહાનુભાવો હાજરી આપીને રવાના પણ થયા છે,ત્યારે આજે ફંકશનના બીજા દિવસે ગૌતમ અદાણી પત્ની સાથે પહોચ્યાં હતા,તો તેમનું કૃષ્ણભજની સાથે સ્વાગત કરાયું હતું.
જામનગરમાં સેરેમની
ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે લગ્ન પહેલાં બંનેની પ્રી-વેડિંગ સેરેમનીનું જામનગરમાં આયોજન કરાયું છે. ત્રણ દિવસની પ્રી-વેડિંગ સેરેમનીનો આજે બીજો દિવસ છે. ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની પ્રી-વેડિંગ સેરેમનીના પ્રથમ દિવસ ધમાકેદાર રહ્યો હતો. ગત રાત્રે હોલિવૂડની પોપ સિંગર રિવાનાએ પોતાના પર્ફોર્મન્સથી રંગ જમાવ્યો હતો. આ દરમિયાન બોલિવૂડ સ્ટાર, ક્રિકેટરો તેમજ અનેક બિઝનેસમેન સહિત દેશ-વિદેશના મહેમાનો ઉપસ્થિત હતા, જેમણે રિહાનાનું પર્ફોર્મન્સ નિહાળ્યું હતું. તો પ્રથમ દિવસનું ફંક્શન નિહાળ્યા બાદ કેટલાક મહેમાનો પરત પણ ફર્યા છે.
કોની રહી હાજરી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી, જાહ્નવી કપૂર, માનુષી છિલ્લર સહિત ઘણા સ્ટાર્સ સ્ટડેડ છે. રાની મુખર્જી, મનીષ મલ્હોત્રા, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ કપૂર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સહિતની હસ્તીઓ હાજરી આપી છે.
કયા ક્રિકેટરો રહ્યાં હાજર
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેમની પત્ની સાક્ષી ધોની સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ટીમના પૂર્વ ક્રિકેટર કૃણાલ પંડયા,આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અનેસચિન તેંડુલકર પણ જામનગર પહોંચ્યા હતા.હાલમાં જ BBCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત થયેલો મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી ઈશાન કિશન પણ અહીં આવી પહોંચ્યો હતો. ઈશાન ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર દેવેન બ્રાવો,સૂર્યકુમાર યાદવ પણ પત્ની સાથે પહોંચ્યા હતા.


