- ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે ઉગ્ર બોલચાલી
- ગંભીર અને શ્રીસંત આ ઝઘડો લિજેન્ડ્સ લીગમાં થયો
- આ ઘટના બાદ શ્રીસંતે તેને ‘મિસ્ટર ફાઈટર’ કહ્યો
ગૌતમ ગંભીર ઘણીવાર મેદાન પર ખેલાડીઓ સાથે ઝઘડતો જોવા મળે છે, પછી ભલે તે મેચ રમી રહ્યો હોય કે પછી સ્પોર્ટ્સ સ્ટાફનો ભાગ હોય. IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે મેન્ટરની ભૂમિકામાં ગંભીરની લડાઇ વિરાટ કોહલી સાથે થઇ હતી. હવે આ દિવસોમાં રમાઈ રહેલી લિજેન્ડ્સ લીગમાં ગૌતમ ગંભીરની લડાઇ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંત સાથે થઈ હતી.
ગંભીર અને શ્રીસંત વચ્ચે ઝઘડો
ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચેની અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગંભીર ટુર્નામેન્ટમાં ઇન્ડિયા કેપિટલ્સની આગેવાની કરી રહ્યો છે, જ્યારે એસ શ્રીસંત ગુજરાત જાયન્ટ્સનો ભાગ છે. બંને વચ્ચેની લડાઇની વાત કરીએ તો, વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ગંભીર અને શ્રીસંત મેચ દરમિયાન એકબીજાની નજીક આવીને બોલાચાલી કરે છે. ત્યારબાદ અમ્પાયર વચ્ચે આવીને બંનેને અલગ કરી દે છે. જો કે, અમ્પાયરોની દરમિયાનગીરી બાદ પણ બંને એકબીજાને કંઈક કહેતા જોવા મળે છે. ત્યારબાદ શ્રીસંતની ટીમના ખેલાડીઓ તેને ગંભીરથી દૂર લઈ જાય છે, ત્યારબાદ બંને ખેલાડી એકબીજાથી દૂર રહે છે. આ પછી ફિલ્ડ અમ્પાયરો પોતપોતાની જગ્યાએ પાછા ફરે છે.
શ્રીસંતનું નિવેદન
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં શ્રીસંત ગંભીર સાથેના વિવાદ અંગે વાત કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં શ્રીસંતે પહેલા ગંભીરને ‘મિસ્ટર ફાઈટર’ કહીને બોલાવ્યો હતો. આ ઘટનાને યાદ કરતાં, તેમણે કહ્યું, “હું શ્રી ફાઇટર સાથે શું થયું તે વિશે કંઈક સ્પષ્ટ કરવા માંગુ છું, જે હંમેશા તેના સાથીઓ સાથે લડે છે. “તે પોતાના વરિષ્ઠ ખેલાડીઓનું સન્માન પણ કરતો નથી. વધુમાં આગળ કહ્યું, તેણે આવીને મને કંઈક ખરાબ કહ્યું, જે શ્રી ગૌતમ ગંભીરે ના કહેવું જોઈએ. શ્રી ગંભીરે જે કર્યું તે તમને વહેલા-મોડા ખબર પડશે. તેણે ક્રિકેટના મેદાનમાં જે શબ્દોનો ઉપયોગ કર્યો અને જે શબ્દો બોલ્યા તે સ્વીકાર્ય નથી.
શ્રીસંતે વિરાટનો ઉલ્લેખ કર્યો
તેણે વિરાટ વિશે આગળ કહ્યું, “જ્યારે બ્રોડકાસ્ટર્સ તેને વિરાટ વિશે પૂછે છે, ત્યારે તે ક્યારેય તેના વિશે બોલતો નથી પરંતુ તે કંઈક બીજું જ બોલે છે.” તેણે વધુમાં કહ્યું કે મે ઘંભીર સામે કોઈ ખોટા શબ્દનો ઉપયોગ કર્યો નથી, પરંતુ ગંભીર સતત મને ખોટા શબ્દો બોલતો હતો, જે તે હંમેશા કરે છે.


