- ગંભીર અને કોહલીને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
- ગૌતમ ગંભીરે આ વાયરલ પોસ્ટને અફવા ગણાવી
- હું ગુપ્ત રીતે કોઈ નિવેદન આપતો નથી – ગૌતમ ગંભીર
ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે ઓસ્ટ્રેલિયાને ન માત્ર જીત અપાવી પરંતુ તેની બેવડી સદી પણ પૂરી કરી હતી. જ્યારે મેક્સવેલ 195ના સ્કોર પર હતો ત્યારે તેણે ત્યારે સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. જ્યારે તેની બેવડી સદી પણ બની હતી.આ પછી, ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે, પોસ્ટ અનુસાર, ગૌતમ ગંભીરે કહ્યું છે કે જો કોહલી મેક્સવેલની જગ્યાએ હોત તો તે 195ના સ્કોર બાદ સિંગલ રન લઇને બેવડી સદી પુરી કરી હોત.
હું ગુપ્ત રીતે કોઈ નિવેદન આપતો નથી – ગંભીર
આ વાયરલ પોસ્ટથી ગૌતમ ગંભીર ગુસ્સે થયો છે. ગૌતમ ગંભીર હંમેશા તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતો છે. પોસ્ટ અંગે ગૌતમે કહ્યું કે હું જે પણ કહું છું તે ખુલ્લેઆમ કહું છું. મને નામથી જે નિવેદનો સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે તે વાહિયાત છે. તેમણે વધુમાં કહ્યું કે આવી નકલી પોસ્ટ પર વિશ્વાસ ન કરો. હું છૂપી રીતે કોઈ નિવેદન કરતો નથી, હું જે કહું તે સામે કહું છું. હાલમાં મારે નામે જે પોસ્ટ વાયરલ થઇ રહી છે તે એક અફવા છે.
ગંભીરનું નિવેદન વારંવાર થાય છે વાયરલ
ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે હંમેશા કોઈને કોઈ ઉગ્ર બોલાચાલી થતી રહે છે. આઈપીએલ હોય કે ઈન્ટરનેશનલ મેચ, કોહલીને લઈને ગંભીરનું નિવેદન ખૂબ વાયરલ થાય છે. આ કારણે જ જ્યારે મેક્સવેલે બેવડી સદી ફટકારી ત્યારે ગંભીરને ટાંકીને એક નકલી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. પોસ્ટ અનુસાર, ગૌતમ ગંભીરે કહ્યું છે કે જો કોહલી મેક્સવેલની જગ્યાએ હોત તો તે 195ના સ્કોર બાદ સિંગલ રન લઇને બેવડી સદી પુરી કરી હોત.વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલમાં આ તફાવત છે.


