- ઈઝાયેલ હમાસના યુદ્ધને લઈને WHOનું મોટું એલર્ટ
- હમાસ પ્રાંતમાં હેલ્થ સર્વિસ સિસ્ટમ ખોરવાઈ ગઈ
- ઈજાગ્રસ્તો માટે સાધનો તથા દવાઓ ખૂટી ગઈ
ગુરુવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ ચેતવણી આપી દીધી હતી કે, ગાઝામાં હેલ્થ સર્વિસ હવે તૂટવાના આરે છે. ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીમાં વીજળી, ખાદ્યપદાર્થ, પાણી અને ઈંધણને સંપૂર્ણ રીતે રોકવાની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ વૈશ્વિક એજન્સીએ આ ચેતવણી આપી છે. સારવાર કરવા માટે દવાઓ નથી અને સાંજ પડતા જ અંધારપટ્ટ છવાઈ જાય છે. WHOએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, WHOએ ચેતવણી આપી છે કે, ગાઝા પટ્ટીમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા તૂટવા જઈ રહી છે.
પીડિતોને બચાવવા કઠિન થઈ પડશે
જો સંપૂર્ણ નાકાબંધી વચ્ચે ગાઝા પટ્ટીમાં બળતણ અને હેલ્થ સર્વિસ તેમજ મેન પાવર તાત્કાલિક પહોંચાડી શકાતો નથી, તો પીડિતો તેમજ ઈજાગ્રસ્તોને બચાવવા કઠિન થઈ પડશે. આ માણસે સર્જેલી આફત સમાન છે. જેના કારણે હેલ્થ સર્વિસ ખોરવાઈ જવાના આરે છે. ગાઝા પટ્ટીમાં લગભગ 2.2 મિલિયન પેલેસ્ટિનિયનો રહે છે અને તે હમાસ આતંકવાદી જૂથનું ઘર છે. જેણે 1973 યોમ કિપ્પુર યુદ્ધ પછી 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ માત્ર ઈઝરાયેલના નાગરિકોને જ માર્યા ન હતા પરંતુ તેમના સૈનિકોને પણ બંધક બનાવ્યા હતા. આના જવાબમાં ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગાઝામાં હમાસ સામે જવાબી હુમલો શરૂ કર્યો.
મર્યાદિત વીજ પુરવઠો રહ્યો
WHOએ જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં દરરોજ માત્ર થોડા કલાકો માટે વીજળી હોય છે. ફ્યૂલ રીઝર્વ સ્ટોકને મર્યાદિત કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. જે ઝડપથી ઘટી રહ્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે, “તેઓને ઘટતા ઇંધણના ભંડાર અને રાશન માટે હાલાકી પડી રહી છે. સૌથી મહત્વપૂર્ણ કાર્યો ઓછા સમયમાં પતાવવા પડે છે. એજન્સીએ જણાવ્યું હતું. “જ્યારે બળતણનો સ્ટોક સમાપ્ત થઈ જશે. ત્યારે આ કામગીરી પણ થોડા દિવસોમાં બંધ કરવી પડશે.” ઇઝરાયેલના ઉર્જા પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે ગુરુવારે જણાવ્યું હતું કે જ્યાં સુધી હમાસ ઇઝરાયેલી બંધકોને મુક્ત નહીં કરે, ત્યાં સુધી દેશ ગાઝા પટ્ટીની અંદર વીજળી, પાણી અને ઇંધણ અથવા માનવતાવાદી સહાયને મંજૂરી આપશે નહીં.
ઈરાદો સ્પષ્ટ કરી દીધો
કાત્ઝે ટ્વિટર પરની પોસ્ટમાં કહ્યું, ગાઝાને માનવતાવાદી સહાય? જ્યાં સુધી ઇઝરાયલી હાઇજેકર્સ ઘરે પરત ન ફરે ત્યાં સુધી કોઈ લાઇટ સ્વીચ ચાલુ કરવામાં આવશે નહીં. પાણીનું હાઇડ્રેન્ટ ખોલવામાં આવશે નહીં. ઇંધણની કોઈ ટ્રક પ્રવેશી શકશે નહીં. કોઈ અમને નૈતિકતાનો ઉપદેશ આપશે નહીં. પ્રાથમિક જરૂરિયાતના સ્ત્રોત પર રોક મૂકીને ઈઝરાયેલે આકરા પગલાં લીધા છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી રાશન અને પાણી જેવી સુવિધાઓ પર કાપ મૂકીને હંફાવવી દેવાનો ઈરાદો સ્પષ્ટ કર્યો છે.