- હમાસ અને ઈઝરાયલ વચ્ચે 10 માસ કરતાં વધુ સમયથી યુદ્ધ
- ઈજિપ્ત, અમેરિકા, કતાર દેશ બંને વચ્ચે યુદ્ધવિરામ થાય તેવા પ્રયાસોમાં
- હમાસે આખરે ઈઝરાયલની શરતો ન માની
હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 10 મહિના કરતાં પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. છતાં બંને ટસના મસ થવા તૈયાર નથી. આ દરમ્યાન ઘણા યુદ્ધવિરામના પ્રયાસો થયા પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. હવે ગાઝામાં સીઝ ફાયરના પ્રયાસો વચ્ચે હમાસે કતારમાં ઈઝરાયલની સાથે થયેલા પેલેસ્ટાઈની જૂથની બેઠકના ઠરાવને ફગાવી દેવામાં આવ્યો છે. હમાસે કહ્યું કે તે અમેરિકાની તરફથી રજૂ ગાઝા યુદ્ધવિરામ માટે ઈઝરાયલની નવી શરતોનો વિરોધ કરે છે.
ઉલ્લેખનીય છે કે, 31 જુલાઈએ ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા શરૂ થયા હતા. જ્યારે અમેરિકાએ પોતાના યુરોપિયન મિત્રો સાથે ગાઝામાં સીઝ ફાયરના પ્રયાસ શરૂ કર્યા છે.
ઈઝરાયલની આ શરતો સામે વાંધો
મળતી માહિતી અનુસાર, ઈઝરાયલ જે શરતો પર વિરોધ વ્યક્ત કરે છે, તેમાં ઈજિપ્ત બોર્ડર પર ગાઝાની અંદર ઈઝરાયલી સૈનિકોને રાખવા, બંધકોના બદલે પેલેસ્ટાઈન કેદીઓ પર વીટોનો અધિકાર અને કેટલાક કેદીઓને ગાઝા મોકલવાના બદલે દેશનિકાલ કરવાનું સામેલ છે.
યુદ્ધવિરામ અંગે કોઈ પરિણામ ન આવ્યું
ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાચરને લઈ ચાલતી બે દિવસથી મંથન છતાં કોઈ સમંતી ન બની શકી. આ દરમ્યાન ઈઝરાયલની ગુપ્તચર સંસ્થાના વડા ડેવિડ બાર્નિયા, અમેરિકા અને ઈજિપ્તના પોતાના સમકક્ષની સાથે સામેલ થયા. હવે તમામ પક્ષ યુદ્ધને રોકવા માટે આગામી અઠવાડિયે બેઠક કરશે,
મધ્યસ્થીઓની બે દિવસની વાતચીત સમાપ્ત
ગાઝા સીઝફાયરના મધ્યસ્થોએ જણાવ્યું કે, બે દિવની વાતચીત સમાપ્ત થઈ ગઈ છે. અને તેઓનું લક્ષ્ય આગામી અઠવાડિયે કૈરોમાં યોજાનારી બેઠકમાં યુદ્ધવિરામ કરાર પર મહોર લાગી છે. અમેરિકા, ઈજિપ્ત અને કતરે એક નિવેદનમાં જણાવ્યું કે, વાતચીત પોઝિટિવ વાતાવરણમાં થઈ. બંને પક્ષોની સામે એક પ્રસ્તાવ રજૂ કરાયો અને આગામી દિવસોમાં આને લાગુ કરવા પર કામ થવાની આશા દર્શાવી છે.


