- અમિરકા ઇઝરાયલને મોકલશે હથિયાર
- 1 અરબ ડોલરથી વધુના હથિયાર મોકલવા રાજી થયું
- પહેલા હથિયારો સપ્લાય ન કરવાની આપી હતી ધમકી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ગાઝા યુદ્ધ મામલે યૂ ટર્ન માર્યો છે. અત્યાર સુધી ઇઝરાયલને ગાઝાએ રફાહ પર હુમલો કરવા બદલ હથિયારો સપ્લાય ન કરવાની ધમકી આપી હતી. પરંતુ હવે બાઇડનના સૂર બદલાઇ ગયા છે. હવે બાઇડન પ્રશાસને પ્રમુખ સાંસદોને કહ્યું કે અમેરિકા ઇઝરાયલને એક અરબ અમેરિકી ડોલરથી વધારે કિંમતના હથિયાર અને દારૂગોળા મોકલશે.
ઇઝરાયલને હવે અમેરિકા કરશે મદદ
અમેરિકી સંસદના ત્રણ કર્મચારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે હથિયારોનું આ કન્સાઈનમેન્ટ ક્યારે મોકલવામાં આવશે. મહત્વનું છે કે આ મહિને બાઇડન પ્રશાસને 2,000 પાઉન્ડની કિંમતના 3,500 બોમ્બના કન્સાઈનમેન્ટને ઈઝરાયેલ મોકલવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ હવે એવું બહાર આવ્યું છે કે અમેરિકા ઈઝરાયેલને શસ્ત્રોનું પહેલું કન્સાઈનમેન્ટ મોકલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બાઇડન પ્રશાસને હથિયારોની ખેમ મોકલવા પર રોત લગાવવા સંબંધમાં કહ્યું હતું કે તેમણે ઇઝરાયલને ભીડભાડ વાળા દક્ષિણી ગાજા શહેર રફાહમાં પોાના હુમલામાં તે વિશેષ હથિયારોનો ઉપયોગ કરવાથી રોકવા માટો બોમ્બનો સપ્લાય રોકી દીધો.
ટેંકથી લઈને દારૂગોળાનો સમાવેશ
અમેરિકી કોંગ્રેસના કર્મીઓએ કહ્યું કે મંગળવારે જાહેર કરાયેલા હથિયારોના પેકેટમાં ટેંકથી લઇને દારૂગોળા સામેલ છે. આ માટે લગભગ 70 કરોડ અમેરિકી ડોલર, વાહનો માટે 50 કરોડ ડોલર અને મોર્ટાર રાઉન્ડા માટે 6કરોડ ડોલર રકમ નિર્ધારિત છે.


