- હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા નવ મહિનાથી વધુ યુદ્ધ યથાવત્
- ગાઝામાં આવેલા યુએન સ્કૂલ પર પણ ઈઝરાયલનો ભીષણ હુમલો
- હમાસ ઈઝરાયલના બંધકોને નહિ છોડવા મક્કમ હોવાથી હુમલા વધ્યા
ગાઝામાં ઈઝરાયલી સૈન્યએ ફરી ઘણા વિસ્તારોમાં ભીષણ એરસ્ટ્રાઈ કરી દીધી હોવાનું સામે આવ્યું છે. ઈઝરાયલી સૈન્ય અનુસાર આ હુમલામાં ગાઝા પટ્ટીમાં મોટાભાગના એવા હિસ્સામાં કરાયો છે જ્યાં હમાસની હાજરી હતી. હમાસ આતંકીઓને જડમૂળથી સમાપ્ત કરવાના ઈરાદાથી કરાયેલા આ હુમલામાં ઓછામાં ઓછા 57 લોકોનાં મોત થયા હતા. પેલેસ્ટાઈનના અધિકારીઓએ પણ દક્ષિણ અને મધ્ય ક્ષેત્રોમાં ઈઝરાયલી બોમ્બમારામાં ઓછામાં ઓછા 57 લોકોનાં મોત થયાની ખબરને પુષ્ટિ આપી છે.
ઈઝરાયલના વિનાશકારી હુમલાએ ગાઝામાં હાહાકાર મચાવી દીધો છે. ત્રણ દિવસ અગાઉ ઈઝરાયલી સૈન્યએ એક આવો જ ભીષણ હવાઈ હુમલો કર્યો હતો જેમાં 90 લોકનાં મોત થયા હતા અને 300થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
આ હુમલા પછી પેલેસ્ટાઈન ઈસ્લામી આતંકવાદી જૂથ હમાસે યુદ્ધવિરામ કરારને લઈ ઈઝરાયલ સામે આરોપ મૂક્યો છે કે તે આરબ અને અમેરિકી દરમિયાનગીરીના પ્રયાસો નબળા કરી રહ્યા છે. ગાઝામાં હુમલા તેજ કરી રહ્યું છે. જ્યારે ઈઝરાયલનું કહેવું છે કે તે હમાસના લડવૈયાઓને જડમૂળથી ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગાઝાના આરોગ્ય અધિકારીઓ જણાવ્યું કે સરહદ પાસે આવેલા રાફા શહેરમાં એક ઘર પર હવાઈ હુમલો થયો જેમાં પાંચ પેલેસ્ટાઈન નાગરિકોનાં મોત થયા હતા. આ વિસ્તારમાં ઈઝરાયલી સૈન્ય મે મહિનાથી હાજર છે.
ખાન યુનિસમાં કાર પર હુમલામાં 17 લોકોનાં મોત
પેલેસ્ટાઈન અધિકારીઓએ કહ્યું કે દક્ષિણ ગાઝાના ખાન યુનિસમાં પણ એક કાર પર ઈઝરાયલે હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 17 પેલેસ્ટાઈનવાસીઓનાં મોત થયા હતા અને 26 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મૃતકોને રિક્ષા અને ખભે લઈ જતા દેખાયા લોકો
આ હવાઈ હુમલો એટલો ભયંકર હતો કે હુમલા પછી લોકો પોતાના લોકોના મૃતદેહ અને ઈજાગ્રસ્તોને રિક્ષામાં લઈ જતા દેખાયા હતા. ઘણા મૃતકો અને ઈજાગ્રસ્તોને ગધા ગાડીઓ અને રિક્ષામાં હોસ્પિટલમાં લઈ જતા નજરે પડી રહ્યા હતા. એક સાક્ષીએ જણાવ્યું કે એક કારને નિશાન બનાવવામાં આવી જે બાદ ત્યાં લોહી નજરે પડી રહ્યું હતું.
યુએન શાળા પણ નાશ પામી
ગાઝામાં આવેલી યુએનની એક શાળા પર ઘાતક એરસ્ટ્રાઈક થઈ જેનાથી શાળા નાશ પામી હતી. આ દરમિયાન ઘણા લોકો માર્યા ગયા હતા. તબીબોએ જણાવ્યું કે ગાઝાના ઐતિહાસિક નુસીરાત શિવિરમાં જુદાજુદા ગોળીબાર અને હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ચાર પેલેસ્ટાઈન માર્યા ગયા. ઈઝરાયલના હવાઈ હુમલામાં ચાર લોકોનાં મોત થયા હતા. કેટલાક કલાકો પછી નુસીરાત શિવિરમાં ઘરવિહોણા પરિવરાનો રાખનારા અમેરિકા દ્વારા સંચાલિત શાળા પર ઈઝરાયલના હવાઈ હુમલામાં 23 લોકોનાં મોત થયા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમાસ દ્વારા સંચાલિત ગાઝા સરકારના મીડિયા કાર્યાલયના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં એક જાણીતા પત્રકાર પણ સામેલ છે. જેનાથી સંઘર્ષમાં માર્યા ગયેલા પત્રકારોની સંખ્યા 160 થઈ ગઈ છે.


