- હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા નવ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
- ઈઝરાયલ બંધકોને છોડાવવા મરણિયું બન્યું
- ગાઝામાં આવેલી એક શાળા પર ઈઝરાયલનો ભીષણ હુમલો
મિડલ ઈસ્ટમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ગત નવ મહિના કરતાં વધુ સમયથી ભીષણ યુદ્ધ યથાવત્ છે. બંને પક્ષો ટસમના મસ નથી થઈ રહ્યા છે, જો કે બંને પક્ષે સારી એવી ખુવારી થઈ ગઈ છે. ગત વર્ષની સાત ઑક્ટોબરથી હમાસે આચરેલા ઈઝરાયલમાં આતંકી હુમલા પછી વિશ્વ કક્ષાએ પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.
ગાઝામાં ઈઝરાયલના સૈન્યએ એક મોટો હવાઈ હુમલો કર્યાનું સામે આવ્યું છે. પેલેસેટાઈન તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું કે ગાઝાની દીર અલ બલાહમાં એક સ્કૂલ પર ઈઝરાયલના હુમલામાં 30 લોકોનાં મોત થયા છે. જ્યારે 100થી વધુ ઘાયલ થયા છે. આ હુમલા બાદ ઈઝરાયલી સૈન્યએ કહ્યું કે, તેને હમાસના કમાન્ડ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. સ્કૂલમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 30થી કહેવામાં આવી છે. જ્યાં આ એર સ્ટ્રાઈક થઈ તે બેઘર પરિવારોની સૌથી વધુ વસ્તી ધરાવતું ક્ષેત્ર છે.
ઈઝરાયેલે હમાસને દોષી ઠેરવ્યો હતો
ઇઝરાયેલી સેનાએ નાગરિકોના મોત માટે હમાસના આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. સેનાનું કહેવું છે કે તેણે જ શાળાને આતંકનું સ્થાન બનાવ્યું હતું, તેથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલી સૈન્યએ હમાસ પર ગીચ વસ્તીવાળા વિસ્તારો, શાળાઓ અને હોસ્પિટલોમાં અવરોધ તરીકે કામ કરવાનો આરોપ મૂક્યો છે. જ્યારે હમાસે ઈઝરાયેલના આરોપોને નકારી કાઢ્યા છે.


