- નેધરલેન્ડની વિપક્ષી ‘પાર્ટી ફોર ફ્રીડમ’ના નેતા છે ગીર્ટ વિલ્ડર્સ
- ગત વર્ષની ચૂંટણીમાં બન્યા હતા પ્રથમ પાર્ટી
- ટ્વિટ કરીને કહ્યું: ગઠબંધન સાથીઓનો સહયોગ જણાતો નથી
નેધરલેન્ડના ઇસ્લામ વિરોધી નેતા ગીર્ટ વિલ્ડર્સ એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કર્યું અને તેઓ રાતોરાત ચર્ચામાં આવી ગયા. ગીર્ટ વિલ્ડર્સે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી પદની રેસમાંથી થઈ ગયા છે.
ગીર્ટ વિલ્ડર્સની પાર્ટી ‘પાર્ટી ફોર ફ્રીડમ’એ ગત વર્ષે નેધરલેન્ડમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રથમ સ્થાન મેળવીને સૌથી ચોંકાવી દીધા હતા.
જોકે, વિલ્ડર્સે હવે સ્વીકાર્યું છે કે તેઓ નેધરલેન્ડના આગામી પ્રધાનમંત્રી નહીં બને. તેની પાછળનું કારણ એવું કહેવાય છે કે સંભવિત ગઠબંધનના લોકો તેમને સમર્થન નથી આપી રહ્યા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર પોસ્ટ કરતાં, ગીર્ડ વિલ્ડર્સે લખ્યું, “હું ત્યારે જ પ્રધાનમંત્રી બની શકું છું જ્યારે ગઠબંધનના મારા સહયોગી મને સમર્થન આપે. જોકે, એવું નથી જણાઈ રહ્યું.”
150 બેઠકો વાળા સાંસદમાં PVVને ગત વર્ષે યોજાયેલ ચૂંટણીમાં 37 બેઠકો પર સફળતા મળી હતી. જોકે, તેઓ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયા હતા.
ગીર્ડ વિલ્ડર્સ જે પક્ષોને સાથે રાખીને ગઠબંધન સરકાર બનાવવા માંગે છે તેઓ તેમના ચૂંટણી વચનોથી સહમત નથી. તેમાં, મુસ્લિમ, કુરાન અને હિજાબ પર પ્રતિબંધ જેવા વચનો સામેલ છે. ગીર્ડ વિલ્ડર્સ ઘણીવાર ઇસ્લામ વિરોધી નિવેદનો આપતા રહે છે. એટલું જ નહિ, તેમને અનેકવાર જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી ચૂકી છે.


