- પેપર ફોડવાના કામમાં ભાજપના લોકો સંકળાયેલા: ગેનીબેન
- ભાજપ બહેન-દીકરીઓની સુરક્ષાની માત્ર વાતો કરે છે
- હવે તો લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવાવાળા જ લડે છે
બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે. જેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે પેપર ફોડવાના કામમાં ભાજપના લોકો સંકળાયેલા છે. ભાજપ બહેન-દીકરીઓની સુરક્ષાની માત્ર વાતો કરે છે. આપણા દીકરા-દીકરીઓ મહેનત કરે છે. બીજા જિલ્લાઓમાં પરીક્ષાઓ આપવા જાય છે. ત્યારે અડધો કલાકમાં સમાચાર આવે કે પેપર ફૂટી ગયુ છે.
કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા
લોકસભાની ચૂંટણી પેપર ફોડનારા જ લડી રહ્યા છે. પેપર ફોડનારાઓને આપણે મતદાન કરી ફોડવાના છે. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. પેપર ફોડવા સહીત બહેન દીકરીઓની સુરક્ષામાં ભાજપના લોકો સંકળાયેલા હોવાના ગેનીબેનના આક્ષેપ છે. આ લોકસભાની ચૂંટણી એ માત્ર સાંસદ બનવા માટેની નથી એસસી, એસટી, ઓબીસીના બંધારણીય હકોનું ભવિષ્ય નક્કી કરવા માટેની ચૂંટણી છે. ગુજરાત સરકારમાં 30 વર્ષથી દેખાઈ રહ્યું છે. આપણા છોકરા છોકરી ગમે એટલી મહેનત કરે પણ બીજા જિલ્લાઓમાં પરીક્ષા આપવા જાય અને અડધો કલાકમાં સમાચાર આવે પેપર ફૂટી ગયું છે.
હવે તો આ લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવાવાળા જ લડે છે
હવે તો આ લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવાવાળા જ લડે છે. પેપર ફોડવાવાળા ચૂંટણી લડે છે ત્યારે સાતમી તારીખે મતદાન કરીને આપણે એમને ફોડવાના છે. ભાજપ બેન દીકરીઓની સુરક્ષાની વાતો કરે છે પરંતુ બેન દીકરીઓ ઉપર કોઈ બનાવની વાત આવે અને એનું પગેરું હોય એ ભાજપ સાથે સંકળાયેલા લોકો સુધી પહોંચે છે તેવી પરિસ્થિતિ હોય છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના મત વિસ્તાર થરાદ ખાતેની સભામાં ગેનીબેને ભાજપ પર પ્રહાર કર્યા છે.


