- જર્મનીમાં આવેલા ક્રોવમાં ઈમારત ધરાશાયી થવા પહેલા 14 લોકો હતા
- ઈમારતના કાટમાળમાં અંદર ફસાયેલા લોકો સાથે પોલીસની વાતચીત
- ફાયર બ્રિગેડ દ્વારા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં
જર્મનીમાં એક હોટલની બહુમાળી ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે. જેમાં બે લોકોનાં મોત થયા હતા. આ સિવાય ઈમારતના કાટમાળમાં હજી ઘણા લોકો ફસાયેલા છે. ક્રોવમાં ઈમારત ધરાશાયી થતાની પહેલા તેમાં 14 લોકો હતા. કાટમાળમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે ઉપરથી ડ્રિલ કરવામાં આવી રહ્યું છે. જો કે, ઘટનાસ્થળે બે લોકોનાં મોત થવાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો.
ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે ક્રોવમાં ઈમારત પડી જતા તેમાં 14 લોકો હતા. જર્મનીના ટ્રાયર શહેરની પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ કર્યા પછી જરૂરી વિગતો જાહેર કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે એક પુરુષ અને એક મહિલાનું મોત થયા છે. આ ઉપરાંચ બીજા ઘણા લોકો કાટમાળમાં ફસાયેલી સ્થિતિમાં છે.
ઈમારતમાં અંદર ફસાયેલા લોકોની વાતચીત
જૂની બહુમાળી ઈમારત ધરાશાયી થયા પછી કાટમાળમાં ફસાયેલા લોકો પોલીસ સાથે ફોન પર સંપર્કમાં છે. જેથી અધિકારીઓ તેઓની સ્થિતિની જાણ થઈ રહી છે. મહત્ત્વનું છે કે, હોટલની છત ધરાશાયી થઈ ગઈ છે. જેથી કાટમાળમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે ઉપરથી એક કૉર ડ્રિલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
દુર્ઘટના થવાનું કારણ
બહુમાળી ઈમારત ધરાશાયી થતા ડ્રોન યુનિટ, બચાવ ટીમ, ફાયર બ્રિગેડની ટીમ સહિત આશરે 250 પેરામેડિકલ, પોલીસ કાફલો ઘટનાસ્થળ પર ભારે જહેમતથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં જહેમત ઉઠાવી રહ્યા છે. ઈમારત ધરાશાયી થવાનું કારણ સામે આવ્યું નથી. શહેર પોલીસના જણાવ્યા પ્રમાણે ઈમારતનો નીચલો હિસ્સો 17મી સદીનો છે. જ્યારે ઉપરના બે માળ 1980માં બનાવવામાં આવ્યા છે. પોલીસે વધુમાં જણાવ્યું કે, મંગળવાર સુધી ઈમારત પર બાંધકામ ચાલી રહ્યું હતું અને હોટલની આસપાસના ત્રણ ઘરને ખાલી કરી લેવામાં આવ્યા હતા.


