- પણ એક વખત સ્કોર 3-3થી સરભર રહ્યો હતો
- આખરે સડન ડેથ શૂટઆઉટમાં જર્મનીએ બાજી મારી હતી
- ભારતે હવે ત્રીજા અને ચોથા સ્થાન માટે જાપાન સામે રમવું પડશે
છેલ્લી મિનિટો સુધી રોમાંચક બનેલી એફઆઇએસ ઓલિમ્પિક ક્વોલિફાયરના મહત્ત્વપૂર્ણ સેમિફાઇનલ મુકાબલામાં જર્મનીની ટીમે ભારતને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને ચાલુ વર્ષે યોજાનારી પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું હતું. નિર્ધારિત સમય 2-2થી ડ્રો રહ્યા બાદ શૂટઆઉટનો સહારો લેવાયો હતો જેમાં પણ એક વખત સ્કોર 3-3થી સરભર રહ્યો હતો અને આખરે સડન ડેથ શૂટઆઉટમાં જર્મનીએ બાજી મારી હતી. પેરિસ ગેમ્સ માટે ક્વોલિફાય થવા ભારતે હવે ત્રીજા અને ચોથા સ્થાન માટે જાપાન સામે રમવું પડશે. ભારત ત્રીજા સ્થાને રહેશે તો પેરિસ ગેમ્સ માટે ક્વોલિફાય થશે. પ્રથમ સેમિફાઇનલમાં અમેરિકાની ટીમે જાપાનને હરાવીને પેરિસ ગેમ્સની ટિકિટ હાંસલ કરી લીધી હતી.


