- જર્મનીમાં 60 વર્ષ જૂની બ્લૂ મસ્જિદ બંધ કરી દેવામાં આવી
- પ્રતિબંધ હેઠળ ચાર શિયા મસ્જિદોને બંધ કરવામાં આવી
- શિયા ઈસ્લામી સંગઠન સામે જર્મન પોલીસે કાર્યવાહીમાં 50થી વધુ સ્થળ પર દરોડા પાડયા
જર્મન પોલીસે શિયા ઈસ્લામી સંગઠન પર કાર્યવાહી કરતા દેસમાં 50થી વધુ સ્થળો પર દરોડા કર્યા છે. આ સાથે ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગ નામના સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. દરોડામાં ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગ સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર કરવામાં આવી છે.
જર્મનીના આંતરિક મામલાના મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું કે પ્રતિબંધ હેઠળ ચાર શિયા મસ્જિદોને બંધ કરવામાં આવી છે. જર્મન પોલીસે આ કાર્યવાહીમાં છ દાયકા જૂની શિયા મસ્જિદને પણ બંધ કરી દીધી છે. આ મસ્જિદને ઈમાન અલી મસ્જિદ અને બ્લૂ મસ્જિદના નામથી ઓળખવામાં આવતી હતી. જર્મન પોલીસે શિયા ઈસ્લામી સંગઠન પર કાર્યવાહી કરતા દેસમાં 50થી વધુ સ્થળો પર દરોડા કર્યા છે. આ સાથે ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગ નામના સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. દરોડામાં ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગ સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર કરવામાં આવી છે.
જર્મનીના આંતરિક મામલાના મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું કે પ્રતિબંધ હેઠળ ચાર શિયા મસ્જિદોને બંધ કરવામાં આવી છે. જર્મન પોલીસે આ કાર્યવાહીમાં છ દાયકા જૂની શિયા મસ્જિદને પણ બંધ કરી દીધી છે. આ મસ્જિદને ઈમાન અલી મસ્જિદ અને બ્લૂ મસ્જિદના નામથી ઓળખવામાં આવતી હતી.
જર્મન અધિકારીઓ અનુસાર, ઈસ્માલિક સેન્ટર હેમ્બર્ગ ઈરાનના પ્રોક્સી ગૃપ હિઝબુલ્લા સાથે સંકળાયેલ છે. IZH સામે આોપ છે કે તે જર્મનમાં કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે. સંગઠન પર જર્મનના મુસ્લિમોમાં યહૂદી વિરોધની ભાવનાને પ્રોત્સાહનનો પણ આરોપ લાગ્યો છે. જર્મનીએ વર્ષ-2020માં હિઝબુલ્લાને આતંકી સંગઠન જાહેર કરાયું હતું. અને તેની સાથે સંકળાયેલ લોકો પર દેશમાં પ્રતિબંધ લગાવ્યો છે.
ઈરાનના આદેશ પર કામ કરતો હોવાનો ખુલાસો
આંતરિક મંત્રાલયે જણાવ્યું કે, IZH એક કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન છે, જેનો હેતુ ખતરનાક અને ગેરબંધારણીય છે. મંત્રાલય અનુસાર IZH ઈરાનના પ્રતિનિધિ તરીકે જર્મનમાં કામ કરે છે અને ઈરાનની ઈસ્માલિક ક્રાંતિની વિચારધારાને એક આક્રમક અને હિંસક રીતે ફેલાઈ રહ્યો છે. અને તે જર્મનીમાં આવી જ એક ક્રાંતિ લાવવા માગે છે.
IZHને જર્મનીને તહેરાનના એક પ્રોપેગેન્ડા સેન્ટરના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
IZHને જર્મનીમાં તહેરાનના પ્રોપેગેન્ડા સેન્ટરના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે જર્મનીની ગુપ્તચર એજન્સી 1990માં આ સંગઠન પર નજર રાખી રહ્યું છે. પહેલા નવેમ્બર 2023માં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરતા આખામાં દેસમાં આના સાથે સંકળાયેલ આશરે 50 સ્થળો પર દરોડા પાડયા હતા.
આ સમયે હેમ્બર્ગમાં બ્લૂ મોસ્કની જડતી લેવામાં આવી હતી, પરંતુ આને બંધ કરવાનો આદેશ નહોતો અપાયો, જો કે પોતાની પર આરોપ લાગતા IZHએ ફગાવી દીધી અને પોતાને આવી કોઈ ગતિવિધિમાં સામેલ હોવાનો રદિયો આપ્યો હતો.
છ દાયકા જૂની મસ્જિદ
હેમ્બર્ગની બ્લૂ મોસ્ક આ કાર્યવાહનું કેન્દ્ર રહી છે. ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગની આ મસ્જિદમાં છે. આ ઉપરાંત પોતાની કાર્યવાહીની રૂપરેખ અહીંથી તૈયાર કરતા હતા. જર્મનીની બ્લૂ મોસ્કને 1953માં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક ઈરાનિયન મૂળના શિયા લોકોએ પોતાના ધાર્મિક સેન્ટર ખોલવાનો નિર્ણય લીધો હતો.
આ સમયે ઈરાની શિયા લિડર અયાતુલ્લા સૈયદ હુસૈન બોરુઝેડીને મદદ માટે એક પત્ર મોકલ્યો હતો. અયાતુલ્લા સેન્ટર બનાવવા સહમતી દર્શાવી અને સેન્ટરને એક લાખ રિયાદ દાન કર્યા. આનું કામ વર્ષ-1960માં શરૂ થયું હતું. અને 1965 સુધી બનીને પૂર્ણ રીતે તૈયાર થઈ. 1971માં ક્રાંતિએ પણ આ સેન્ટરને વેસ્ટચમાં રહી રહી ઈરાની યુવાનોને તત્કાલીન શાહ સરકાર વિરુદ્ધ એક કર્યો હતો.
ઈરાને કાર્યવાહીનો કર્યો વિરોધ
ઈરાન સરકારે ઈસ્લામિક સેંટર બંધ કરવા અંગે તહેરાનમાં જર્મનના દૂતને રૂબરૂ બોલાવ્યા હતા. આ અંગેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો .ઈરાને સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે હિઝબુલ્લાને કથિત ટેકો અને ઈરાન સાથે સંબંધોને લીધે હેમ્બર્ગમાં એક ઈસ્લામિક કેન્દ્રને બંધ કર્યા પછી જર્મન રાજદૂતને બોલાવ્યા છે.
ઈરાનના વિદેશ મંત્રાલયે જર્મનીની આ કાર્યવાહીની કડક વખોડી છે. અને કહ્યું કે આ મૌલિક માનવાધિકારનું ઉલ્લંઘન છે. નિવેદનમાં કહેવાયું કે દુર્ભાગ્યથી આજે જર્મનીમાં જે થયું તે ઈસ્લામોફોબિયા અને અબ્રાહમિક શિણણની સાથે અથડામણનું એક સ્પષ્ટ ઉદાહરણ છે.


