- ‘પ્રતિનિધિ, અધિકારીઓ, જનતા એક થાય પછી જોવાનું ના રહે
- મેયર થઇ જાય એટલે વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે
- ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરવાની નથી: CM
નગરપાલિકા અને મનપાને ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં 2084 કરોડ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે પૈસાનો સવાલ નથી રહ્યો. પૈસા કેવી રીતે વાપરો છો એનો સવાલ છે. જેના સાથે જ MLA અને કોર્પોરેટરોને સલાહ આપી છે.
આજે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરુ કરી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ધારાસભ્યો અને મનપાના કોર્પોરેટરોને જણાવ્યું કે, એક રુપિયો મગનો રાખ્યો હોય તો એની દાળ પણ નહીં લેવાની. તેમજ પ્રતિનિધિ, અધિકારીઓ, જનતા એક થાય પછી જોવાનું ના રહે. આ અંગે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સલાહ આપી છે..
ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટકોર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂંટાયેલા પ્રતિનિધીઓને ટકોર કરી હતી. જેમાં મેયર અને ધારાસભ્યોને મુખ્યમંત્રીએ ટકોર કરતાં કહ્યું કે, મેયર થઇ જાય એટલે વોર્ડમાં જ કામ કરાવે તેવું ચાલશે હીં. ધારાસભ્ય બની ગયા એટલે નપા,મનપા પર કબ્જો જમાવે તે પણ જરૂરી નથી.
ક્વોલિટી અંગે પણ આપી સલાહ
આ સાથે જ મુખ્યમંત્રી કામ બાબતે ટકોર કરતાં કહ્યું કે, ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરવાની નથી. કામ બે મહિના મોડુ થાય તો ચાલે. અગાઉના સમયમાં પહેલા રોડ બનાવાય પછી ગટરનો વાળો આવે છે. આ બાબતે પછી સાંભળવું તો પડે જ છે. માત્ર નપા જ નહીં પણ સરકારે પણ સાંભળવું પડે છે. તેથી એક સાથે મળીને કામ કરવાનું રહેશે.
કરોડાના ચેકવિતરણ
આ દરમિયાન અમદાવાદ મનપાને 735 કરોડ, સુરતને 569 કરોડ ફાળવાયા છે. જ્યારે રાજકોટમાં 172 કરોડ, જામનગરમાં 109 કરોડ ફાળવાયા છે તો ભાવનગર 94 કરોડ, ગાંધીનગર 37 કરોડ, જુનાગઢ 31 કરોડ ફાળવાયા છે. જેની સાથે જ 8 સત્તા મંડળોને 58 કરોડ ફાળવવામાં આવ્યા છે.


