- મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4 ટકાનો વધારો
- 4.45 લાખ કર્મચારીઓ, 4.63 લાખ પેન્શનર્સને લાભ
- એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે
રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય કર્યો છે. જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સન સાથે કુલ 9 લાખથી વધુ સરકારી કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ત્રણ હિતકારી નિર્ણયો કર્યા છે. જેમાં એન.પી.એસ.ના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે, જેમાં રાજ્ય સરકાર 14 ટકા આપશે. આ સાથે જ મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4 ટકાનો વધારો કર્યો છે. તેમજ LTC માં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
મોંધવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો
આ સાથે જ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તદઅનુસાર, જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવાશે.
પેન્શન સ્કીમમાં ફેરફાર કરવામાં આવ્યો
મુખ્યમંત્રીએ નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે. તદઅનુસાર, હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે.
LTC નો વધરો કરવામાં આવ્યો
આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે.


